પરદેશથી ઉદભવ્યો એક અનોખો રોગ,
આજે સપડાય ગયા છે એમા સર્વે લોગ.
સંક્રમણનું તો છે એટલું એનું જબરૂ જોર,
ઉડાડે એતો ખુબ એક શ્વાસથી ચારેઓર.
નથી કોઈ દવા-દારૂ ઉપચાર ખૂદ શરીર કરે,
રાખે મન મક્કમ તો વાઈરસ શું આવીને કરે.
નિડર બની લડે છે આજે કેટલાય લડવૈયા,
ભલે ને હોય એક પછી એક અનેક ઘવાયા.
લડીને લડાઈમાં જંગ જીત્યા છે લોકો અનેક,
થાકીને દમ તોડ્યો એવા પણ છે લોકો થોડેક.
ફેલાવો અટકાવવા લાગ્યા છે ઓજે સૌ કોઈ,
રાખી રહેમ મનમાં રહે છે આજે સૌ કોઈ.
દિવસ રાત વોરીયર્સ કરી રહ્યા છે સતત કામ,
દર્દીને બચાવો એજ તો છે ફકત એના મુખે નામ.