*પાલનપુર પાલિકામાં ડોર ટુ ડોર ઘન કચર કામમાં કૌભાંડના આક્ષેપ*

પાલનપુર શહેરમાં ડોર ટુ ડોર ઘન કચરાના કલેક્શન અને ઓપન સ્પોટો ઉપરથી કચરા તેમજ ગંદકીના નિકાલની કામગીરીમાં નગરપાલિકાના પ્રમુખ અને તત્કાલીન ચીફ ઓફીસર દ્વારા ૨.૪૦ કરોડનું કૌભાંડ આચરવામાં આવ્યું હોઈ તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવા તેમજ નાણાની વસુલાત કરવા મામલે પાલિકાના એક નગરસેવક દ્વારા ગાંધીનગર મ્યુનિસિપાલીટી કમિશ્નરને લેખિત રજૂઆત કરવામાં આવતા પાલિકા તંત્રમાં ખળભળાટ મચી જવા પામ્યો છે