*મનપાની સ્ટેન્ડીંગ કમિટીમાં પત્રકારોને જવા નહીં દેતા કોર્પોરેટર રચનાબેન નંદાણીયાએ ઓફિસરનો કાંઠલો પકડ્યો*

જામનગર મહાનગરપાલિકાની આજે સ્ટેન્ડીંગ કમિટીની બેઠક હતી. પરંતુ સિક્યુરિટી ઓફિસર રાજભા પત્રકારોને જવા નહીં દેતા કોર્પોરેટર ચનાબેન નંદાણીયાએ તેનો કાઠલો પકડી લીધો હતો. તેમજ રાજભા સામે રોષ ઠાલવ્યો હતો. બાદમાં અન્ય નગરસેવકો દ્વારા બંનેને છૂટા પાડી મામલો થાળે પડ્યો હતો.આ ઘટના કમિટીમાં ડીપી કપાતના અસરગ્રસ્તોને સ્ટેન્ડીંગમાં સાભળવા સમયે બની હતી રચના નંદાણીયાએ ઉગ્રરોષ સાથે કહ્યું હતું કે, ચૂંટણી લડનારાઓને આજે હું કહુ છું કે આજે 500 જણાના મકાન જાય છે ક્યાં છો તમે બાદમાં અંદર જવા દીધા નહોતા