*દારૂ,જુગાર કે બીજું કોઇ પણ ગેરકાનૂની પ્રવૃત્તિ ચાલતી હોય તો* *મો.નં-૯૭૨૫૭ ૮૭૨૩૩ પર માહિતી આપો DySP*

દારૂ, જુગાર કે ગેરકાનૂનીની પ્રવૃત્તિની જાણ કરતા કાર્યવાહી DySPની સોશિયલ મીડિયામાં પત્રિકા ફરતી થઈ બુટલેગરોમાં ફફડાટ
મોડાસા અરવલ્લી જિલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં દેશી-વિદેશી દારૂની નદીઓ વહી રહી હોય તેવો માહોલ પ્રવર્તી રહ્યો છે બુટલેગરો બિન્દાસ્ત બની માંગો તે બ્રાન્ડનો વિદેશી દારૂ અને બિયર નો જથ્થો માંગો તે સ્થળે પહોંચાડી રહ્યા હોવાની સાથે બિલાડીના ટોપની જેમ ઠેર ઠેર બુટલેગરો ફૂટી નીકળ્યા છે ત્યારે પ્રોબેશન ડીવાયએસપી ઈશ્વર પરમારે મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનનો ચાર્જ સાંભળતાની સાથે સોશિયલ મીડિયામાં પત્રિકાના સહારે રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચાલતા દારૂ,જુગાર કે ગેરકાનૂની પ્રવૃત્તિ ચાલતી હોય તો તેના વિષે તેમના પર્સનલ મોબાઈલ નંબર જાહેર કરી તેના પર સીધી જાણ કરવા અને જાણ કરનાર વ્યક્તિની ઓળખ ગુપ્ત રાખવામાં આવશેની પત્રિકા વાઈરલ થતાં ડીવાયએસપીની અનોખી પહેલથી લોકોમાં ખુશી છવાઈ હોવાની સાથે અનૈતિક પ્રવૃતિઓ કરનાર શખ્શોમાં ફફડાટ ફેલાયો છે.