વડોદરાના બગલામુખી મંદિરના પાખંડી પ્રશાંત ઉપાધ્યાયને વારસિયા પોલીસ સ્ટેશનમાં વીઆઈપી ટ્રીટમેન્ટ મળી રહી છે. પાખંડી ધર્મગુરુની અનુયાયીઓ પોલીસ સ્ટેશનમાં બેરોકટોક ખાવાનું, ઠંડુ પીણું લોકઅપમાં આપી રહી છે. લોક અપમાં બેઠા બેઠા પાખંડીને તમામ સેવા મળી રહી છે. મહિલા લોકઅપમાં પ્લાસ્ટીકની કોથળીમાં કોઇ વસ્તુ આપતી હોય તેવું વીડીયોમાં કેદ થયું છે.પોલીસ સ્ટેશન ઓફિસરની હાજરીમાં તમામ પોલંપોલ ચાલી રહી છે. પોલીસે અનુયાયીને ખખડાવવાનું નાટક કર્યુ છે. સમગ્ર ઘટના બાબતે ડીસીપી ઝોન ૪ના અચલ ત્યાગી કાર્યવાહી કરવાની વાત કરી છે. દીશા નામની યુવતી અને પીએસઓ સામે જરુરી કાર્યવાહી થશે. પીએસઓને બેદરકારી બાબતે નોટીસ અપાશે. બેદરકારી બાબતે પીએસઓએ ખુલાસો કરવો પડશે.
Related Posts
*હાઇકોર્ટના આદેશની સર્ટિફાઇડ નકલ RTI હેઠળ ન મળી શકે:સુપ્રીમ કોર્ટ*
હાઇકોર્ટના કોઇ આદેશની સર્ટિફાઇડ કોપી(પ્રમાણિત નકલ) મેળવવા માટે હાઇકોર્ટના નિયમો અનુસાર પ્રક્રિયા કરવાની હોય છે, આ નકલ માત્ર આર.ટી.આઇ. કાયદાનો…
રાજપીપળા જીલ્લા જેલ ખાતે કેદી બંધુઓ માટે યોગ શિબિરનું આયોજન કરાયું.
રાજપીપળા જીલ્લા જેલ ખાતે કેદી બંધુઓ માટે યોગ શિબિરનું આયોજન કરાયું. બંદિવાનો તેમજસ્ટાફ કર્મચારીમાં કોરોના વાયરસનું સંક્રમણ ફેલાય નહિ ત…
*મોદી જોરદાર ઝટકો એનઆરસી વિરુદ્ધ ઠરાવ પસાર*
બિહાર વિધાનસભાના બજેટ સત્રના બીજા દિવસે શાસક અને વિપક્ષના ધારાસભ્યોએ જોરદાર હોબાળો મચાવ્યો હતો. ગૃહની કાર્યવાહી શરૂ થતાં જ વિપક્ષી…