*ગુજરાત સરકારે વિદ્યાર્થીઓ પાસેથી રૂપિયા ઉઘરાવી લીધા પણ ટેબલેટ ન આપ્યા*

વિદ્યાર્થીઓ પાસેથી રૂપિયા ઉઘરાવી સરકારે ટેબલેટ ન આપ્યાં હોવાની વિગત સામે આવી છે. કોલેજના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓને ટેબલેટ મળ્યા નથી. સરકારે પ્રથમ વર્ષના 3,09,651 વિદ્યાર્થીઓ પાસેથી ટેબલેટના એક હજાર રૂપિયા ઉઘરાવ્યાં હતા. એક હજાર રૂપિયા ઉઘરાવ્યાં બાદ સરકારે અડધોઅડધ વિદ્યાર્થીઓને ટેબલેટ આપ્યા જ નહીં.નમો યોજના હેઠળ પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને 1 હજાર રૂપિયામાં ટેબલેટ આપવામાં આવે છે. ત્યારે આ અંગે સરકારે જવાબ આપ્યો કે કંપનીએ હજીપણ 80 હજાર ટેબલેટ આપવાના બાકી છે. ટેબલેટ અંગે વિપક્ષના નેતા પરેશ ધાનાણીના આક્ષેપ અંગે ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું કે પરેશભાઈનો આક્ષેપ ખોટા અને પાયા વગરનો છે.