ક્રૂડ ઓઇલના ભાવ વધવાને કારણે અને કોરોના મહામારી હળવી બનવાને પગલે માગ વધતી વિશ્વની સૌથી મોટી ઓઇલ કંપની સઉદી અરામકોની ત્રીજા કવાર્ટરની ચોખ્ખી આવક વધીને ૩૦.૪ અબજ ડોલર રહી છે. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષના સમાન ગાળામાં કંપનીની આવક ૧૧.૮ અબજ ડોલર હતી.ગયા વર્ષે લોકડાઉન અને કોરોના મહામારીને કારણે માગમાં ઘટાડો અને ક્રૂડના ભાવમાં ઘટાડો થવાને કારણે કંપનીના નફામાં મોટો ઘટાડો થયો હતો.ઉલ્લેખનીય છે કે હાલમાં ક્રૂડ ઓઇલનો ભાવ ૮૩.૫૦ ડોલરની આસપાસ ચાલી રહ્યો છે. અરામકોના સીઇઓ અમીન નાસેરના જણાવ્યા અનુસાર આર્થિક પ્રવૃત્તિઓ વધવાને કારણે ત્રીજા કર્વાટરના પરિણામ સારા આવ્યા છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે અમને આશા છે કે અમને આશા છે કે નજીકના ભવિષ્યમાં પણ ક્રૂડની માગ સારી રહેશે. સઉદી અરામકો ડિસેંમ્બરથી ક્રૂડના દૈનિક ઉત્પાદનમાં ચાર લાખ બેરલનું ઉત્પાદન વધારવાનું વિચારી રહી છે. ઉલ્લેખનીય છે કે ૨૦૧૯માં અરામકોની ત્રીજા કવાર્ટરની આવક ૨૧.૩ અબજ ડોલર હતી. ત્રીજા કવાર્ટરના પરિણામ પછી કંપનીના શેરમાં ૦.૪ ટકાનો નજીવો વધારો જોવા મળ્યો છે. ૦.૪ ટકાના વધારા પછી કંપનીના એક શેરનો ભાવ વધીને ૩૭.૯૦ રિયાલ અથવા ૧૦.૧૦ ડોલર થઇ ગયો છે. આ સાથે જ કંપનીનો માર્કેટ કેપ બે લાખ કરોડ ડોલર થઇ ગયું છે. જે એપલના માર્કેટ કેપથી થોડોક જ ઓછો છે.ત્રીજા કવાર્ટરના પરિણામની સાથે કંપનીએ ૧૮.૮ અબજ ડોલરના ડિવિડન્ડની પણ જાહેરાત કરી છે. ઉલ્લેખનીય છે કે અરામકોના ૯૮ ટકા શેર સઉદી અરેબિયાની સરકાર પાસે જ છે.
Related Posts
जामनगर आज जिला शहर ओबीसी विभाग कोंग्रेस द्वारा भारत रत्न लता मंगेशकर और संत कश्मीरी बापू को दी जाएगी श्रधांजलि
जामनगर आज शाम 6.30 बजे जिला शहर ओबीसी विभाग कोंग्रेस द्वारा भारत रत्न लता मंगेशकर और संत कश्मीरी बापू को…
અમદાવાદ કોવિડ 19 પોઝિટિવ દર્દીઓનું લોકેશન
Ahmedabad Covid-19 Positive Patient Locations (243) https://goo.gl/maps/KMu58jc86hkWst8Y8
વધતા કોરોના કેસ અંગે આરોગ્યમંત્રીનુ નિવેદન રાત્રિ કર્ફ્યૂ વધારવાની હાલ કોઈ વિચારણા નથી.
વધતા કોરોના કેસ અંગે આરોગ્યમંત્રીનુ નિવેદન રાત્રિ કર્ફ્યૂ વધારવાની હાલ કોઈ વિચારણા નથીજ્યાં વધુ કેસ આવ્યા છે ત્યાં નિયંત્રણો કડક…