દેવભૂમિ દ્વારકાના ભાણવડમાં કોરોના રસીકરણ મહોત્સવની કરાઈ ઉજવણી
દ્વારકા: ભાણવડ તાલુકાના પાંચ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તેમજ એક અર્બન હેલ્થ સેન્ટર અને સામુહિક આરોગ્ય કેન્દ્રના ઉત્સાહથી કોરોના રસીકરણ કાર્યક્રમ ખરેખર ઉત્સવ બની ગયો હતો.અહીંના તબીબી અધિકારીશ્રીઓ તેમજ સ્ટાફ દ્વારા વેકસીનેશન સાઈટને ખૂબ સરસ રીતે શણગારવામાં આવેલ હતી જ્યાં પ્રવેશતા જ રસી લેવાનો ભય આપમેળે દૂર થઈ જતો હતો.અહીં ૪૫૦ જેટલા આરોગ્ય સ્ટાફ દ્વારા રસી લેવામાં આવેલ છે અને કોઈને પણ કઈ આડઅસર થયેલ નથી તેમજ સ્ટાફ દ્વારા તમામને આ રસી લેવા માટે અનુરોધ પણ કરવામાં આવેલ.રસીના પ્રથમ ડોઝ બાદ સાચા અર્થમાં આરોગ્ય કર્મચારીને કોરોનાં સામેનું કવચ પ્રાપ્ત થયું છે જેના તેઓ હકદાર છે.આગામી સમયમાં શરૂ થનાર ફ્રન્ટ લાઈન વર્કર રસીકરણ કાર્યક્રમ પણ આ જ રીતે આયોજન પૂર્વક કરવામાં આવશે એવી માહિતી તાલુકા હેલ્થ ઓફિસ ભાણવડ દ્વારા આપવામાં આવેલ.