જીએનએ અમદાવાદ: મકર સંક્રાંતિ ઉતરાયણ પર્વની ઉજવણી માં આપણી સંસ્કૃતિ માં પશુઓને ઘાસ ચારો અને જરૂરત મંદ લોકોને દાન નું મહાત્મ્ય છે*.
આ પરંપરાને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે પણ સહજતા પૂર્વક નિભાવી હતી
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે મકર સંક્રાંતિના અવસરે અમદાવાદમાં સવારે જગન્નાથ મંદિરમાં ભક્તિભાવ પૂર્વક દર્શન અર્ચન કર્યા હતા અને ગૌ માતા પૂજન કર્યું હતું તથા ઘાસ નિરણ કર્યું હતું. તેમણે મંદિર પરિસરમાં દર્શનાર્થીઓનું અભિવાદન પણ ઝીલ્યું હતું.
ભૂપેન્દ્ર પટેલે મંદિર વિસ્તારમાં વસતા સેવા વસ્તી પરિવારો અને જરૂરતમંદ લોકોને મીઠાઈ વગેરેનું વિતરણ કર્યું હતું.