કેબિનેટ બેઠકમાં રાજ્ય સરકારે લીધા મોટા નિર્ણયો, વાઘાણીએ આપી તમામ માહિતી, કહ્યું- 135 km લાંબો કોસ્ટલ હાઈવે બનશે

કોરોનાના વધતા સંક્રમણને લઈને આજ રોજ કેબિનેટ બેઠક યોજાઈ

કેબિનેટ બેઠક મુદ્દે રાજ્ય સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ આપી માહિતી

રાજ્ય સરકાર દ્વારા લેવાયેલા નિર્ણયો અને પ્રસ્તાવો અંગે આપી માહિતી

ગાંધીનગર ખાતે કોરોના વાયરસના વધતા સંક્રમણને લઈને આજ રોજ કેબિનેટ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. આ દરમિયાન CM ભૂપેન્દ્ર પટેલે મંત્રીઓ અને અધિકારીઓને મહત્વની સૂચના આપી છે. તો મુખ્યમંત્રી દ્વારા વિકાસ કાર્યો અને બજેટ અંગે કેટલાક મહત્વના નિર્ણયો લેવાયા છે. આ નિર્ણયોની માહિતી જીતુ વાઘાણીએ પ્રેસ કોન્ફરન્સ કરીને આપી હતી.

લોકોની સુવિધા માટે 1000 નવી બસોની ખરીદી કરાશેઃ વાઘાણી

કેબિનેટ બેઠકમાં વાહનવ્યવહાર મંત્રી દ્વારા મુકાયેલા બસો ખરીદવા અંગેના પ્રસ્તાવને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે મંજૂરી આપી છે. રાજ્યના લોકો માટે 1000 નવી બસો ખરીદવાનો નિર્ણય કરાયો છે. આ ઉપરાંત 500 સુપર એક્સપ્રેસ બસો ફાળવવાનો નિર્ણય કરાયો છે. સાથે સાથે 200 સ્લિપર કોચ બસો પણ ફાળવવામાં આવશે.

ભરૂચના ઉભેણ ખાતે નવો પૂલ બનાવવામાં આવશેઃ વાઘાણી

મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતને જોડતો નવો કોરિડોર બનાવા ઉપરાંત સુરક ગેસ કાંડ અંગે તપાસના આદેશ અંગેની પણ ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત ભરૂચમાં થતાં નેશનલ હાઈવે 8 ઉપર ટ્રાફિક જામની સમસ્યાને દૂર કરવા માટે ભરૂચના ઊભેણ ખાતે વધુ એક પુલ 27 કરોડના ખર્ચે બનાવવાનો નિર્ણય પણ કરવામાં આવ્યો છે.

ગુજરાતમાં 135 કિમી લાંબો કોસ્ટલ હાઈવે બનાવાશે, 2440 કરોડનો કરાશે ખર્ચ: વાઘાણી

મંત્રી જીતુ વાઘાણીએ કેબિનેટમાં લેવાયેલા નિર્ણયો અંગે વધુ માહિતી આપતા જણાવ્યું હતું. વાઘાણીએ કહ્યું કે, ગુજરાતના 1600 કિલોમિટરના દરિયા કિનારે પ્રવાસન સ્થળની જોડતા અને સુવિધાઓમાં વધારો કરતા એક કોસ્ટલ હાઈવ બનાવવામાં આવશે. જે એક તરફ દરિયા કિનારો અને બીજી તરફ હાઈવેના સ્વરૂપમાં હશે. આ કોસ્ટલ હાઈવે 2440 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવશે.

135 કિમીની નવી લિંક સાથેનો આ કોસ્ટલ હાઈવે બનશે. જે  બોરસદ, તારાપુર, વટામણ, ધોલેરા થઇને ભાવનગર રસ્તો જાય છે, તેમના સ્થાને ખંભાત, કાળા તળાવ અને આંબલી પાટીયા સુધીની લિંકને જોડતો નવો રસ્તો બનશે. ખંભાતના ધારાસભ્યો અને સૌરાષ્ટ્રના નેતાઓની રજૂઆત હતી. આખો રસ્તો બનશે એટલે હવે મુંબઈ અને સુરત જવા માટે 70-80 કિમીનું અંતર ઘટશે. કાળા તળાવ, આંબલી, ભાવનગર સીટી, ઘોઘા થઇને મહુવા સુધીની કોસ્ટલ મળશે, જે વર્ષોથી ભાવનગર સૌરાષ્ટ્રની માંગ હતી. #📢 રાજ્ય સરકારે લીધા મોટા નિર્ણયો

#શેરચેટ ઇન્સ્ટોલ કરો અને 💵 1 લાખ રૂપિયા સુધી જીતો

#Bhavnagar #BJP