*દિલ્હી હિંસા મુદ્દે રાજકીય ઘમસાણ ભાજપ અને કોંગ્રેસ આમને-સામને*

નવી દિલ્હીઃ દિલ્હીમાં છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલી હિંસામાં 35 જણનાં મૃત્યુ થયાં છે અને 200થી વધુ ઇજાગ્રસ્ત થયા છે, ત્યારે રાજકીય ગરમાવો એની ચરમસીમાએ છે. આ મામલે રાજકીય હિંસા પણ ભડકી છે. કોંગ્રેસ અને ભાજપ એકમેક પર આક્ષેપ-પ્રતિ આક્ષેપ કરી રહ્યા છે. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ ફરી ‘રાજધર્મ’ની યાદ અપાવી છે અને ગૃહપ્રધાન અમિત શાહનું રાજીનામું માગ્યું છે તો સામે પક્ષે ભાજપે સોનિયા ગાંધી પર જ લોકોને ભડકાવવાનો આરોપ લગાવ્યો છે.