જામનગર
કોરોના પરિસ્થિતિ વણસતા હાલ રાજ્યના સીએમ વિજય રૂપાણી અને ડેપ્યુટી સીએમ નીતિન પટેલ જામનગર કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા છે અને અધિકારીઓ સાથે બેઠકનો દૌર શરૂ કર્યો છે.
છેલ્લા કેટલાય દિવસથી ગુજરાતમાં કોરોનાએ કાળો કેર વર્તાવ્યો છે ત્યારે સૌરાષ્ટ્ર ખાતેના જામનગર શહેરની પણ સ્થિતિ કપરી જોવા મળી રહી છે ત્યારે હાલ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ડેપ્યુટી સીએમ નીતિન પટેલ જામનગર કલેક્ટર ઓફીસ ખાતે પહોંચ્યા છે જેમની સાથે આરોગ્ય સચિવ જયંતિ રવિ, જામનગર જિલ્લા કલેકટર રવિશંકર, જિલ્લા એસપી દીપેન ભદ્રન, સાંસદ પૂનમબેન માડમ, મંત્રી હકુભા જાડેજા, મેયર સહિત તમામ અધિકારીઓ હાલ ઉપસ્થિત છે અને બેઠક શરૂ કરવામાં આવી છે. હાલ કલેક્ટર કચેરી ખાતે કોરોના સ્થિતિ અંગે સમીક્ષા બેઠક શરૂ થઈ છે 12 વાગે આસપાસ સીએમ અને ડેપ્યુટી સીએમ પત્રકારો સાથે મુલાકાત કરી શકે છે.