ગાંધીનગરમાં ભાજપના કાર્યાલય કમલમ્ ખાતે AAP નેતાઓ કાર્યકર્તાઓ સાથે વિરોધ કરવા પહોંચ્યા તે સમયે એકાએક ઉગ્ર સૂત્રોચ્ચાર અને કમલમ ઘૂસવાનો પ્રયાસ કરતાં પોલીસે લાઠી ચાર્જ કરતાં મામલો બીચક્યો હતો. AAP નેતાઓ પર ગંભીર આરોપ કરતાં શ્રદ્ધા રાજપુતે કહ્યું હતું કે નશાની હાલતમાં AAP નેતાઓ ગેરવર્તન કરી રહ્યા હતા. વધુમાં શ્રદ્ધા રાજપુતે AAP નેતાએ મહિલા સાથે ગેરવ્યવહાર કરવાનો આરોપ પણ લગાવ્યો હતો. ત્યારબાદ તમામ નેતાઓને પોલીસે કસ્ટડીમાં લીધા હતા. જોકે ઇસુદાન પર નશો કર્યાનો આરોપ લાગતા તેમનું ચેકઅપ કરાયું હતું.દારૂના નશાનો આરોપ લાગતા પોલીસ ઈસુદાન ગઢવીને સિવિલ હોસ્પિટલમાં ચેકઅપ માટે લઈ જઈ હતી. જ્યાં ઈસુદાનના બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા હતા. બ્લડ ટેસ્ટ બાદ સાચું તથ્ય સામે આવ્યું છે. AAP નેતા ઇસુદાન ગઢવીનો પ્રાથમિક રિપોર્ટ નોર્મલ આવ્યો હતો. જોકે FSLમાં મોકલાયેલો બ્લડ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.ઇસુદાન ગઢવીના FSL રિપોર્ટમાં 05થી વધુ આલ્કોહોલનુ પ્રમાણ સામે આવ્યું છે. સરકાર તરફથી વધુ એક ફરિયાદ નોંધવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ત્યારે હવે ઈસુદાન ગઢવી સામે વધુ એક કેસ નોંધાશે. ઇન્ફોસીટી પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવામાં આવશે.ઇસુદાન ગઢવીએ ખુલાસો આપતા કહ્યું કે, મને એ નથી સમજાતું કે રિપોર્ટ કેમ પોઝિટિવ આવ્યો છે.ઇસુદાને પણ મીડિયા સમક્ષ નિવેદન આપ્યું હતું કે તેમણે કોઇપણ પ્રકારનો નશો નથી કર્યો અને તેઓ નશાના વિરોધ છે, પરંતુ તેમના રિપોર્ટમાં સાબિત થયું છે કે તેમના શરીરમાં આલ્કોહોલનું પ્રમાણ હતું. આજના રિપોર્ટ બાદઇસુદાન પર આક્ષેપ કરનાર શ્રદ્ધા રાજપૂતે કહ્યું કે, ગુજરાત પોલીસ અને ન્યાતંત્ર પર ભરોસો હતો, મનોવિકૃત અને અણછાજતું વર્તન તે વાપરતા હતા તે પુરવાર કરે છે. પરંતુ મને ખબર હતી કે સત્ય સામે આવશે એટલે મને ન્યાય મળશે.
Related Posts
*📌પ્રથમ C-295 MW એરક્રાફ્ટ વડોદરા પહોંચ્યું*
*📌પ્રથમ C-295 MW એરક્રાફ્ટ વડોદરા પહોંચ્યું* 🔸25 સપ્ટેમ્બરે રક્ષામંત્રી રાજનાથસિંહ સોંપશે 🔸હિંડન એરબેઝ ખાતે વાયુસેનાને સોંપાશે વડોદરા: ભારતીય…
મહેસાણાના બહુચરાજી ખાતે કોંગ્રેસના બે જૂથ વચ્ચે મારામારી
મહેસાણાના બહુચરાજી ખાતે કોંગ્રેસના બે જૂથ વચ્ચે મારામારી મેન્ડેટ ફાડી નાખવા બાબતે બે જૂથ વચ્ચે મારામારી બહુચરાજી કોંગ્રેસના ધારાસભ્ય ભરત…
*📍 અમદાવાદનાં વાસણામાં મહિલા પોલીસકર્મી નો આપઘાત*
*📍 અમદાવાદનાં વાસણામાં મહિલા પોલીસકર્મી નો આપઘાત* પાલડી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા લલીતા પરમાર નામની મહિલા પોલીસકર્મી એ વાસણાના…