અમદાવાદ શિવરંજની પાસે બની ઘટના. કાર ચાલકે શ્રમજીવી પરિવારને અડફેટે લઈ કર્યો અકસ્માત.

અમદાવાદ

અમદાવાદ શિવરંજની પાસે બની ઘટના. કાર ચાલકે શ્રમજીવી પરિવારને અડફેટે લઈ કર્યો અકસ્માત.

અમદાવાદના શિવરંજની પાસે મોડી રાત્રે કાર ચાલક દ્વારા સુઈ રહેલ શ્રમજીવી પરિવાર ને અડફેટે લેવાની ઘટના સામે આવી છે. જેમાં 1 વ્યક્તિનું ઘટના સ્થળે મૌત નીપજ્યું છે અને 2 બાળકો ગંભીર રીતે ઘાયલ થયા છે. શ્રમજીવી પરિવાર સુઈ રહયો હતો ત્યારે આ ઘટના બની છે અને શ્રમજીવી પરિવારને અડફેટે લીધા..કાર ચાલક વાહન મૂકી ફરાર થઈ જવા પામ્યો છે. પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી ને વધુ તપાસ હાથ ધરી છે. મોડી રાત્રે શિવરંજની પાસે આવેલ બીમાનગર ખાતે આ ઘટના બની હતી.