હેલ્પ ફાઉન્ડેશન દ્વારા ભુલાભાઈ પાર્ક વિસ્તાર ની સ્મિત મેડીસીન્સ,રશ્મિન મેડિકલ સ્ટોર ના સ્ટાફને કોરોના વોરિયર સર્ટિફિકેટ આપી સન્માનિત કર્યા.

ભુલાભાઈ પાર્ક વિસ્તાર ની સ્મિત મેડીસીન્સ,રશ્મિન મેડિકલ સ્ટોર ના સ્ટાફે કોરોના કાળની મહામારીમાં પોતાના જીવન ની પરવાહ કર્યા વગર લોક સેવા નું કામ કરેલ જે ખુબજ આવકાર દાયક કામ છે આથી તેમને હેલ્પ ફાઉન્ડેશન દ્વારા તા 19/12/2021 ના રોજ કોરોના વોરિયર સર્ટિફિકેટ આપી સન્માનિત કર્યા જેમાં હેલ્પ ફાઉન્ડેશન ના પ્રમુખ શ્રી નીલેશ કાપડિયા, મંત્રી શ્રી સિદ્ધાંત સુતરીયા, ખજાનચી શ્રી ભાવેશ કાપડિયાતેમજ દીપક કાપડીયા હજાર રહ્યા.