અમદાવાદમાં ઓમિક્રોન  પ્રથમ કેસ નોંધાયો છે.

અમદાવાદ : અમદાવાદમાં ઓમિક્રોન પ્રથમ કેસ નોંધાયો છે. પોઝીટીવ આવનાર 48 વર્ષીય પુરૂષ લંડનથી દુબઇ થઈ અમદાવાદ આવેલ હતા. દર્દીને સિવિલ હોસ્પિટલમાં ઓમિક્રોન વોર્ડમાં સારવાર હેઠળ રાખવામાં આવેલ છે. જેઓ મૂળ આણંદના વતની છે. હાલ દર્દીની હાલત સંપૂર્ણ સ્વસ્થ બતાવવામાં આવી રહી છે.રાજ્યના આરોગ્ય વિભાગ માટે ઓમિક્રોનના કેસમાં વધારો થવો તે મોટો પડકાર બની રહ્યો છે. અમદાવાદ અને ગાંધીનગરમાં ઓમિક્રોનના કેસ નોંધાતા હડકંપ મચી જવા પામ્યો છે. એક તરફ વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ અને બીજી તરફ વાયબ્રન્ટ સમિટ આંગણે આવીને ઉભી છે, ત્યારે જીનોમ સિક્વોન્સિંગમાં મોકલેલા સેમ્પલ માંથી વધુ એક રિપોર્ટ પોઝિટિવ આવતા સમગ્ર શહેરમાં ચકચાર મચી છે.