Good Morning…
ફિલ્મોમાં એક સમય એવો હતો જ્યારે ઉર્દૂ ગીતકારોનો દબદબો હતો, એ યુગમાં લગભગ શુદ્ધ હિન્દી ગીતો આપવાની શરૂઆત ભરત વ્યાસે કરી હતી.
6જાન્યુઆરી, 1917ના રોજ ચુરુ (રાજસ્થાન)માં જન્મ, નાનપણમાં માતા પિતાના મૃત્યુ પછી દાદા સાથે ઉછેર થયો. પ્રારંભિક અભ્યાસ કર્યા પછી તે જમાનામાં કલકત્તા ભણવા ગયાં, જ્યાં અભ્યાસ ખર્ચ કાઢવા ગીતો અને સ્ક્રિપ્ટ લખવાનું શરૂ કર્યું અને કલકત્તાના અલ્ફેડ થિયેટરમાં તેમનું પહેલું નાટક રંગીલા મારવાડ રજૂ થયું. આ નાટકની ટિકિટ બ્લેક થવા લાગી અને તરત જ રાજસ્થાની લોકકથા ઢોલામારુ લખી, જેના પરથી ફિલ્મો બની.
ભરત વ્યાસ સારો અવાજ અને દેખાવ હોવાથી નસીબ અજમાવવા અને એક્ટર બનવા મુંબઈ આવ્યા. નસીબમાં અલગ લખ્યું હશે અને ગીતકાર બની ગયાં. પ્રખ્યાત નિર્માતા નિર્દેશક બી એમ વ્યાસની ફિલ્મ દુહાઇ માટે દશ રુપિયામાં ફિલ્મના ગીતો લખ્યાં. આ દરમિયાન તારાચંદ બડજાત્યા સાથે ઓળખાણ થઈ. તેમણે ચંદ્રલેખા માટે ગીતો લખાવ્યા. તેમની શૈલીથી વ્હી શાંતારામ પ્રભાવિત થયા અને તેમની બધી ફિલ્મોમાં ગીતો લખવા આમંત્રણ આપ્યું. ભરત વ્યાસે લગભગ બારસો ફિલ્મી ગીતો લખ્યાં. આ ગીતોમાં ભાવ જાળવવા સાથે શક્યતઃ શુદ્ધ હિન્દી પ્રયોગ કર્યો.
દો આંખે બારહ હાથનું એ માલિક તેરે બન્દે હમ આજે પણ સ્કૂલની પ્રાર્થનામાં છે. રાણી રુપમતીનુ આ લૌટ કે આજા મેરે મીત હોય કે દીયા ઔર તુફાનનું નિર્બલ સે લડાઇ બલવાન કી શોષણ સામે હતું. જય ચિતોડનુ ઓ પવન વેગ સે ઉડને વાલે ગીતે આખા દેશમાં રાણા પ્રતાપના ઘોડા ચેતકને પોપ્યુલર કરી દીધો.
હા, ભરત વ્યાસને યાદ કરતાં ગીતમાં નવરંગ કેમ ભૂલાય? આધા હૈ ચંદ્ર મા રાત આધી કે જરા સામને તો આઓ છલિયે ની નજાકત તો આજે પણ હૈયામાં વસે છે….વિરતા, પ્રાર્થના કે પ્રેમને ભારતના આત્મામાં જગાડનાર પં.ભરત વ્યાસને સ્કૂલોમાં પ્રાર્થના થતી રહેશે ત્યાં સુધી યાદ રાખવા પડશે.
Deval Shastri🌹