રાજકોટમાં આજે એક કમકમાટી ઉપજાવે તેવી ઘટના બની હતી. અહીં એક હોટેલના ચોથા માળેથી બાળકી નીચે પટકાઈ હતી. જાણવા મળતી માહિતી અનુસાર રાજકોટ શહેરના ગોંડલ પર આવેલી એક ખાનગી હોટેલના ચોથા માળે આવેલી રુમમાંથી છોકરી રમતા રમતા રૂમ ની બારીમાંથી નીચે પડી ગઈ હતી. બાળકીને તુરંત રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. પરંતુ સારવાર દરમિયાન ગંભીર ઈજાઓના કારણે તેનું મોત થયું હતું.મહત્વનું છે કે રાજકોટ શહેરના ગોંડલ રોડ પર આવેલી હોટેલ પાઈન વીંટામાં આ ઘટના બની હતી. અહીં ચોથા માળેથી અચાનક બાળકી નીચે પટકાઈ હતી. પ્રાથમિક જાણકારી અનુસાર બાળકી ચોથા માળના રુમમાં રમી રહી હતી અને ત્યાંથી રમતા રમતા તે નીચે પટકાઈ ગઈ હતી. આ ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. જેમાં બાળકી નીચે પટકાતા જોવા મળે છે. આજે બનેલી ઘટના દરેક માતા-પિતા માટે ચેતવણીરૂપ એક કિસ્સો છે. જેમાં ગોંડલ રોડ પર આવેલી પાઈન વીંટા હોટલના ચોથા માળેથી પટકાતા બાળકીનું મોત નિપજ્યું છે. હોટલ સ્ટાફનાં જણાવ્યા મુજબ માતા-પુત્રી લગ્ન હોવાથી રાજકોટ આવ્યા હતા અને હોટલનાં ચોથા માળે આવેલા રૂમમાં રોકાયા હતા. બાળકી નીચે પટકાઈ તે દરમિયાન માતા પણ રુમમાં હાજર હતી પરંતુ તેનું ધ્યાન મોબાઈલ હતું. આ સમયે જ બાળકી રમતા-રમતા બારીમાંથી નીચે પડી ગઈ હતી. જાણવા મળતી માહિતી અનુસાર માતા અને બાળકી ઉનાના રહેવાસી છે. મૃત્યુ પામનાર નિત્યા અને તેની માતા માનસી આજે સવારે જ હોટેલમાં આવ્યા હતા. ઘટનાને પગલે માસુમને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાઇ હતી. જ્યાં ટૂંકી સારવાર બાદ તેનું મોત નિપજ્યું હતું. પુત્રીનાં મોતની જાણ થતાં માતા પણ આઘાતને કારણે બેહોશ થઈ જતા તેને પણ હોસ્પિટલમાં ખસેડાઇ છે. ઘટના સીસીટીવીમાં કેદ થતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
Related Posts
મહિલાના પેટમાં ત્રણ સોય ઘૂસી ગઇ.. જે આંતરડા સુધી પહોંચી…અને સિવિલ હોસ્પિટલના તબીબોએ મહિલાને મોતના મુખમાંથી ઉગારી
મહિલાના પેટમાં ત્રણ સોય ઘૂસી ગઇ.. જે આંતરડા સુધી પહોંચી…અને સિવિલ હોસ્પિટલના તબીબોએ મહિલાને મોતના મુખમાંથી ઉગારી અમદાવાદ: અફલાકબાનું જીવનનિર્વાહ…
ભાજપ શાસિત તાલુકા પંચાયત ના પ્રમુખ દ્વારા પંદર મા નાણા પંચ ની ગ્રાંટના નાણાં ફાળવવા મા અખાડા સામે કોગ્રેસના ધરણા પ્રદર્શન
ગરૂડેશ્ચર તાલુકામાં ભાજપ શાસિત તાલુકા પંચાયત ના પ્રમુખ દ્વારા પંદર મા નાણા પંચ ની ગ્રાંટના નાણાં ફાળવવા મા અખાડા સામે…
રાજપીપળા ખાતે શહીદ દિનઊજવાયો શહીદ દિન નિમિત્તે કલેક્ટર કચેરી રાજપીપળા ખાતે અધિકારી, કર્મચારીઓએ શહીદોની સ્મૃત્તિમાં બે મિનિટનું મૌન પાળ્યું
રાજપીપળા ખાતે શહીદ દિનઊજવાયો શહીદ દિન નિમિત્તે કલેક્ટર કચેરી રાજપીપળા ખાતે અધિકારી, કર્મચારીઓએ શહીદોની સ્મૃત્તિમાં બે મિનિટનું મૌન પાળ્યું રાજપીપલા,તા…