ગાંધીનગરમાં દારૂની મહેફીલ પર પોલીસ ત્રાટકી, 9 યુવતી અને 4 યુવકો ઝડપાયા

ગાંધીનગરમાં દારૂની મહેફીલ પર પોલીસ ત્રાટકી, 9 યુવતી અને 4 યુવકો ઝડપાયા ગાંધીનગર: ગાંધીનગરમાં દારૂની મહેફિલ માણતા નબીરાઓ ઝડપાયા છે. ગાંધીનગરના ઇન્ફોસિટી પોલીસના હદ વિસ્તારના સ્વાગત એફોર્ડ સોસાયટીના ફ્લેટમાં દારૂની મહેફિલ ચાલતી હતી. આ દરમિયાન પોલીસે રેડ કરી હતી. કેટલાક છોકરા અને છોકરીઓ ભેગા મળી જોર જોરથી સ્પિકર વગાડી અવાજ કરતા હોવાની ફરિયાદ મળતા પોલીસે રેડ કરી હતી.