*આજથી ગુજરાતની રૂપાણી સરકારની પરીક્ષા શરૂ*

ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થઈ રહ્યું છે.ત્યારે આ સત્ર હંગામભર્યું રહે તેવા એંધાણ વર્તાયા છે. વિપક્ષ કોંગ્રેસ સરકારને વિવિધ મુદ્દે ઘેરવા આક્રમક મૂડમાં છે. સરકારને ભીંસમાં લેવા માટે વિપક્ષે રણનીતિ ઘડી કાઢી છે.તો સત્તાપક્ષ પણ જવાબો આપવા તૈયાર છે. ગૃહમાં વિપક્ષ અલગ-અલગ મુદ્દા ઉઠાવીને સરકાર પાસે જવાબ અને ઉકેલ માંગશે. ખાસ કરીને એલઆરડી ભરતી પ્રક્રિયાના વિવાદ અને અનામતના પરીપત્રના મુદ્દે છેલ્લા એક મહિના કરતા વધુ સમયથી ચાલી રહેલા વિવિધ સમાજના આંદોલનોને લક્ષમાં રાખીને વિપક્ષ ગૃહમાં આક્રમક મૂડ અપનાવે તેવી શક્યતાઓ છે.