ગુજરાતમાં એપ્રિલ મહિનામાં ખાલી પડનારી રાજ્યસભાની 4 બેઠકોની 26 માર્ચે ચૂંટણી યોજાશે. ગુજરાત વિધાનસભામાં હાલનું 180 ધારાસભ્યનું સંખ્યાબળ જોતા ભાજપને એક બેઠક વધારાની ગુમાવવી પડે તેમ છે. હાલ આ 4 બેઠકમાંથી ભાજપ પાસે 3 અને કોગ્રેસની એક બેઠક છે. હાલ ભાજપના 103 કોંગ્રેસના 73, BTPના 2, NCPના-1 અને અપક્ષ પાસે એક ધારાસભ્ય છે. આ સંખ્યાબળને આધારે 4 બેઠકોની ચૂંટણીમાં ભાજપને 2 અને કોંગ્રેસને 2 બેઠક મળી શકે તેમ છે. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપનું સંખ્યાબળ 117 બેઠકથી 99એ આવી ગયું હતું.જીતવા માટે જોઇએ.રાજ્યસભામાં 4 જગ્યા ખાલી પડશે. જેમાં એક ઉમેરતા 5 થાય અને હાલ 180 ધારાસભ્યો છે. જેથી તેને 5 વડે ભાગવાથી 36 થાય જેમાં એક ઉમેરતા 37 મતની જરૂરિયાત રહે. જેથી ત્રણ બેઠક મેળવવા માટે ભાજપને કુલ 114 MLAના મતની જરૂર પડે. પરંતુ ભાજપ પાસે હાલ 103 અને કોંગ્રેસ પાસે 73 ધારાસભ્યો છે. જેથી કોંગ્રેસને બે સીટ જીતવા 74 મતની જરૂર પડશે. આમ કોંગ્રેસને એક મત ખૂટશે, જેની ભરપાઈ અપક્ષ ધારાસભ્ય મેવાણી અને બીટીપીના બે સભ્યોનો સાથ મળતા થઈ શકે છે. જ્યારે ભાજપને ત્રણ બેઠક જીતવા 11 સભ્યોની ઘટ પડી શકે છે.
Related Posts
ચાણોદથી કેવડિયાના ૩ર કિ.મી.ના રેલવે ટ્રેકમાં પ્રથમ વરસાદમા જ રર સ્થળે માટીનું ધોવાણથયું
યુદ્ધના ધોરણે સમારકામ હાથ ધરાયું વાવાઝોડાનેલીધે રેલવે સ્ટેશનના પતરા ઊખડી ગયા બાદ રેલવે ટ્રેકમાંધોવાણ થયાની બીજી પોલ ખુલી! રેલવે સ્ટેશનના…
રામકથા અને સાહિત્ય.
ભગવાન રામની કથાઓનો સૌથી સુંદર અભ્યાસ ફાધર કામિલ બુલ્કેએ કરીને ભારતમાં રિસર્ચ પેપર રજૂ કર્યા હતાં. મૂળ પૌરાણિક રામકથા પરથી…
આઈ-ખેડૂત પોર્ટલ પર વિવિધ યોજનાઓનો લાભ મેળવવા તા.૩૦ મી એપ્રિલ સુધી અરજી કરી શકાશે.
રાજપીપલા,તા 8 નર્મદા જિલ્લાના ખેડુતોને ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ ઘર આંગણે સરળતાથી મળી રહે તે હેતુસર વર્ષ ૨૦૨૧-૨૨…