અમદાવાદ શહેરના હાથીજણ ગામે તુલસી વિવાહનો કાર્યક્રમ હેમંતભાઈ કનૈયાલાલ દવેના આચાર્યપદે યોજાયો હતો જેમાં હાથીજણના લાલસિંહ હિમ્મતસિંહ ગોહેલ ના પરિવાર જાન લઈને આવ્યા હતા.

અમદાવાદ શહેરના હાથીજણ ગામે તુલસી વિવાહનો કાર્યક્રમ હેમંતભાઈ કનૈયાલાલ દવેના આચાર્યપદે યોજાયો હતો જેમાં હાથીજણના લાલસિંહ હિમ્મતસિંહ ગોહેલ ના પરિવાર જાન લઈને આવ્યા હતા તેઓનું દારૂખાનું ફોડી ભવ્ય સ્વાગત કરાયુ હતું તેઓ DJ ના તાલે મોટી સંખ્યામાં આવ્યા હતા કન્યા પક્ષે તુલસી માતાના તરફે અતુલભાઈ રાવજીભાઈ પટેલ તથા વિભાબેન અતુલભાઈ પટેલ દ્વારા પૂજા કરી કન્યાદાન કરી લગ્ન વિધિ પૂર્ણ કરવામાં આવી હતી આ પ્રસંગે લાઈવ ઢોકળા તેમજ આઈસ્ક્રીમનો પ્રસાદ વિતરણ કરવામાં આવ્યો હતો એમ હાથીજણના પૂર્વ મ્યુ.કાઉન્સિલર અતુલભાઈ રાવજીભાઈ પટેલ દ્વારા જણાવ્યું હતું