હળવદ નિવૃત્ત કર્મચારી ને યુનો એપ ચાલુ કરવા માટે ઓટીપી નંબર માગીને ૯૧ હજાર ઓનલાઇન ઉપાડી છેતરપિંડી આજના ઓનલાઇન જમાનામાં વધુ એક લાલબત્તી સમાન કિસ્સો હળવદ શહેરમાં સામે આવ્યો છે.

*હળવદ નિવૃત્ત કર્મચારી ને યુનો એપ ચાલુ કરવા માટે ઓટીપી નંબર માગીને ૯૧ હજાર ઓનલાઇન ઉપાડી છેતરપિંડી*આજના ઓનલાઇન જમાનામાં વધુ એક લાલબત્તી સમાન કિસ્સો હળવદ શહેરમાં સામે આવ્યો છે હળવદમાં વસંત પાકૅ માં રહેતા નિવૃત કર્મચારી મુકેશભાઈ ચંદ્રકાન્તભાઇ દવે એ હળવદ પોલીસમાં લેખિત અરજીમાં ‌ જણાવ્યું છે કે મારા મોબાઈલ નંબર ૯૮૯૮૭ ૯૨૪૫૭ પર કોઈ અજાણી હિન્દીભાષી વ્યક્તિ નો આ નં ૭૩૬૪૯૬૧૮૦૦ પર થી ફોન આવ્યો હતો જેમાં યુનો એપ ચાલુ કરવા માટે તમારા ફોનમાં જે ઓટીપી નંબર આવે તે મને જણાવો જેથી અમો વિશ્વમાં આવી મારા ફોનમાં આવેલ ઓટીપી નંબર આપેલ.બાદ માં મારી બેકં માં પડેલ ફિક્સ ડિપોઝિટ નો નંબર માંગેલ જે અમે આપેલ નહીં. સામેથી વ્યક્તિ કહેલ કે તમારી યુનોએપ ચાલુ થઈ ગયેલ છે. અમોએ હળવદ એસબીઆઈમાં યુનો એપ અંગે તપાસ કરતા બેંક વારાએ સત્તાવાર કોઈ આવી સિસ્ટમ છે નહી. મને શંકા જતા મેં મારા ખાતામાં પડેલ ફિક્સ ડિપોઝિટ ચેક કરતા મારા ખાતામાં થી ૯૧.૫૩૭ રૂપિયા હિન્દીભાષી એ જુદા જુદા ટ્રાન્જેક્શન કરી ઉપાડી લીધા હતા. ખાતામાં બેલેન્સ ચેક કરતા ઝીરો બેલેન્સ થઈ ગયેલ. તો આપ સાહેબને યોગ્ય કાર્યવાહી કરવા લેખિતમાં અરજી‌ કરી હતી.