ડભોઇ પોલીસે ટીબી ક્રોસિંગ નજીક દારૂ નો જથ્થો લઈ ઉભેલા ઈસમને દારૂના જથ્થા સાથે ઝડપી પાડ્યો તે દ્રશ્યમાન થાય છે.

ડભોઇ પોલીસે ટીબી ક્રોસિંગ નજીક દારૂ નો જથ્થો લઈ ઉભેલા ઈસમને દારૂના જથ્થા સાથે ઝડપી પાડ્યો તે દ્રશ્યમાન થાય છે.ડભોઇ પી.આઈ.એમ.આર.તાબિયાર નાઓ ને પાકકી બાતમી મળી હતી કે ટીબી ક્રોસિંગ નજીક એક પીડા કલર નો સર્ટ પહેરેલ ઈસમ પોતાની પાસે રહેલ પ્લાસ્ટીક ના થેલામાં વિલાયતી દારૂ લઈ ને ઊભો છે જે આધારે ડભોઇ પોલીસ જવાનો સ્થળ ઉપર જઇ એક ઈસમ રૂ.25700ના મુદામાલ સાથે ઝડપાઇ જતાં પોલીસ દ્વારા તેના વિરુધ્ધ કાર્યવાહી હાથ ધરી છે.ડભોઇ ટીબી ક્રોસિંગ નજીક એક ઈસમ પીડા કલર નો સર્ટ પહેરેલ હોય અને તેની પાસે રહેલ થેલા માં વિલાયતી દારૂ હોવાની પાકી બાતમી ડભોઇ પી.આઈ.એમ.આર.તાબિયાર ને મળતા પોલીસ જવાનો ને સ્થળ ઉપર મોકલી બાતમી આધાર ના ઈસમ ની તપાસ કરતાં તેની પાસે રહેલ થેલામાથી રૂ.25200ની કુલ 48 પ્લાસ્ટીક ની દારૂની બોટલો મળી આવી હતી એક મોબાઈલ રૂ.500 બધા મળી રૂ.25700/- નો મુદામાલ કબજે કરી દારૂની હેરાફેરી કરતાં નરેશભાઈ હરસુખભાઈ સોલંકી રહે, ગણેશનગર, જુનાગઢ નાઓ ને ઝડપી કાનૂની કાર્યવાહી હાથ ધરી હતી વધુ તપાસ કરતાં આ મુદામાલ અમિતભાઈ ધીરુભાઈ રાઠોડ નાઓ ને આપવાનો હોય જેની સામે પણ તપાસ હાથ ધરી અમિતભાઇ ધીરુભાઈ રાઠોડ રહે ગણેશનગર શેરી 4 ગીરનાર દરવાજા પાસે જૂનાગઢ નાઓ ને ઝડપી પાડવા ચક્રો ગતીમાં કર્યા છે.