દિવાળીના પર્વ ટાણે દારૂની હેરાફેરી અને ઘેસ વધી જતા નર્મદા પોલીસે દિવાળી ટાણે લાલ આંખ કરી બુટલેગરોની દિવાળી બગાડી હતી સાગબારા થી દેડીયાપાડા તરફ ઇગ્લીશ દારુ ભરીને આવતી ફોર વ્હીલર ગાડી સાથે કુલ રૂ.૪,૩૬,૪૦૦/-કિંમતનો દારૂ મુદામાલ ડેડીયાપાડા પોલીસે પકડી પાડેલ છે.


આઇ ટવેન્ટી ફોર વ્હીલર ગાડી સાથે કુલ રૂ.૪,૩૬,૪૦૦/-કિંમતનો દારૂ મુદામાલ પકડાયો

સાગબારા થી દેડીયાપાડા તરફ ઇગ્લીશ દારુ ભરીને આવતી ગાડીમાંથી દારૂ પકડાયો

એકની ધરપકડ. અન્ય ફરાર આરોપીને વોન્ટેડ જાહેર કરાયો

દિવાળીના પર્વ ટાણે દારૂની હેરાફેરી અને ઘેસ વધી જતા નર્મદા પોલીસે દિવાળી ટાણે લાલ આંખ કરી બુટલેગરોની દિવાળી બગાડી હતી.સાગબારા થી દેડીયાપાડા તરફ ઇગ્લીશ દારુ ભરીને આવે છેતેવી ચોક્કસ બાતમી મળતા કનબુડી ગામ પાસેથી
આઇ ટવેન્ટી ફોર વ્હીલર ગાડી સાથે કુલ રૂ.૪,૩૬,૪૦૦/-કિંમતનો દારૂ મુદામાલ ડેડીયાપાડા પોલીસે પકડી પાડેલ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર દારૂના દુષણને ડામવા માટે ઇન્ચાર્જ પોલીસ મહાનિરીક્ષક એમ.એસ.ભરાડા સાહેબ તથા પોલીસ અધિક્ષક
હિમકરસિંહ નર્મદા તથા નાયબ પોલીસ અધિક્ષક રાજેશ પરમારની સુચનાને આધારે તેમજ સર્કલ પોલીસ
ઇન્સ્પેકટર પી.પી.ચૌધરી દેડીયાપાડાના સીધા માર્ગદર્શન હેઠળપો.સ્ટે હાજર હતા તે વખતે ચોક્કસ બાતમી મળેલ કે,એક સફેદ કલરની
આઇ ટ્વેંટી ફોર વ્હીલ ગાડી નંબર GJ-16-DC-1993ની સાગબારા થી દેડીયાપાડા તરફ ઇગ્લીશ દારુ ભરીને આવે છે. તેવી ચોક્કસ બાતમી મળતા દેડીયાપાડા પો.સ.ઇ.એચ.વી.તડવી તથા બે પો.સ્ટાફના માણસો તથા બે પંચોનામાણસો સાથે બાતમીમાં રાલ્દા ગામના બસ સ્ટેશન પાસે રોડ ઉપર નાકાબંધીમાં હાજર હતા તે દરમ્યાનબાતમીવાળી સફેદ કલરની આઇ ટ્વેન્ટી ફોર વ્હીલ ગાડીનંબર-GJ-16-DC-1993 આવતા તેને ઉભી રાખવા સારૂ ઇસારો
કરતા તેણે ફોર વ્હીલર ગાડી ઉભી રાખેલ નહી. અને તેણે રાહૃા બસ સ્ટેશનથી કનબુડી ગામ તરફ વાળીને ભાગવા લાગતાતેનો સરકારી વાહન લઈને પીછો કરતા કનબુડી ગામ નજીક નાળા પાસે રોડ ઉપર પોતાની ફોરવ્હીલ ગાડી ઉભી રાખી
ગાડીમાંથી ઉતરીને બે ઇસમો જંગલ તરફ નાસવા લાગતા તે પૈકી એક ઇસમ ભાગવા જતા પડી જતા પકડી લીધેલ.જેનું
નામ મુકેશભાઇ અર્જુનભાઇ વસાવા (ઉ.વ.૪૨ રહે.ભરણ નવાપરા તા.અંકલેશ્વર જી.ભરૂની હુડાઇ કંપનીની આઇ ટ્વેન્ટી
સફેદ કલરની ગાડી નંબર-GJ-16-DC-1993 માંથી ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂનો જથ્થો અલગ-અલગ બ્રાન્ડ જેમાં
SOM POWER 10000 SUPER STRONG BEER ના કુલ બીયર નંગ-૧૯૨ ની કિ.રૂ.૧૯૨૦૦/- તથા GOA SPRIT OF
SMOOTHNESS WHISKY ના કુલ પ્લા.કવાટરીયા નંગ-૧૦૦ ની કિ.રૂ.૧૦,૦૦૦/- તથા LONDON PRIDE PREMIUM
WHISKY ના કુલ કાચ કવાટરીયા નંગ-૪૮ ની કિ.રૂ.૪૮૦૦/- તથા દેશી દારૂ ટેંગો પંચ પ્લા.કવાટરીયા નંગ-૪૮ ની
કિ.રૂ.૪૮૦૦/- મળી કુલ પ્રોહી મુદામાલ કિ.રૂ.૩૬,૪૦૦/- તથા હુન્ડઇ કંપનીની આઇ ટુટી ગાડીની કિ.રૂ.૪,૦૦,૦૦૦/-
ગણી કુલ્લે કિ.રૂ.૪,૩૬૪૦૦/- ના મુદ્દામાલ સાથે પકડ્યો હતો.અને આ પકડાયેલ તથા આરોપી સુજાન ઉર્ફે સુર્યો જેઠાભાઇ
વસાવા (રહે.મહુવેજ ગામ રોડ ફળીયુ તા.માંગરોલ જી.સુરત) નાશી ગયેલ હોય સુજાન ઉર્ફે સુર્યો જેતાભાઇ વસાવાને
વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.

તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા