ડભોઇ પોલીસ ને બાતમી મળી હતી કે બે મોટરસાઇકલ ઉપર વિલાયતી દારૂ ની હેરાફેરી કરવા સારું હીરાભાગોળ બહાર આવેલ વઢવાના રોડ ઉપર ના આઈ.ટી.આઈ.નજીક થી બે લોકો પસાર થવાના છે. જે આધારે સ્થળ ઉપર વોચ રાખી બાતમી આધાર ની મોટર સાઈકલો આવતા બંને ઈસમ ને ઝડપી પાડી રૂ.1,03,080/- નો વિલાયતી દારૂ તેમજ બંને ઈસમ ની ધર પકડ કરી કાનૂની કાર્યવાહી હાથ ધરી છે. ડભોઇ પોલીસ સ્ટેશનની હદ માં ઇન્ચાર્જ પી.આઈ.એ.જી.પરમાર ને પાકી બાતમી મળી હતી કે એક કાળા કલર ની સિલ્વર પટ્ટાવાડી હોન્ડા કંપની ની બાઇક નંબર જી.જે.06.ડી.એસ.1788 ની સીટ નીચે દારૂ ની બોટલો સંતાળી તેમજ અન્ય એક ઈસમ યમાહા મોટરસાઇકલ નંબર જી.જે.34.એફ.0609 ઉપર દારૂનો જથ્થો લઈ બંને મોટરસાઈકલો વડોદરા તરફ જવાની હોય જે આધારે કરનેટ ડભોઇ રોડ ઉપર આઈ.ટી.આઈ.ત્રણ રસ્તા ઉપર વોચ રાખી બંને બાતમી આધાર ની મોટર સાઈકલો આવતા તેને કોર્ડન કરી બાઇક સવાર મહેશભાઈ દિનેશભાઈ રાઠવા રહે લૂણી ઉછવાસ ફાડિયું તા.જી. છોટાઉદેપુર તેમજ ગજાનંદ ધામેશભાઈ તડવી રહે ગામડી કેનાલ વાડી વસાહત, સંખેડા, નાઓ ની અટકાયત કરી બંને મોટરસાઇકલ કબજે કરી રૂ.25080 નો વિલાયતી દારૂ રૂ.70000ની મોટરસાઇકલ, બે મોબાઈલ રૂ.8000 ના બધા મળી રૂ.1,03,080નો મુદામાલ કબજે કરી કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.
Related Posts
ભારત સરકાર નવી દિલ્હીના પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રીને ભરૂચના સાંસદ મનસુખભાઇ વસાવાએ પત્ર લખ્યો
નર્મદા જિલ્લામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે કેવડીયા કોલોની (એકતા નગર) માં ભારતીયઓઇલ કોર્પોરેશન લિ. પેટ્રોલ પંપ બનાવવા માટે પેટ્રોલ પંપનું…
*શું ભાજપમાં આંતરિક વિવાદ વકરી રહયો છે?*
ગાંધીનગર: નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ તેમના સ્પષ્ટ અને હાજર જવાબ માટે જાણીતા છે. ગઈકાલે તેમણે એક જાહેર કાર્યક્રમાં કરેલી વાતથી…
રાજ્યમાં કોરોના કાળમાં રાજ્યની પ્રાથમિક શાળાઓ શરૂ કરવા અંગે શિક્ષણમઁત્રી એ આપ્યું નિવેદન
આગામી બેત્રણ દિવસમાં કોર કમિટીની બેઠકમાં આ મહત્વનો નિર્ણય લેવાશે.-શિક્ષણ મન્ત્રી ભૂપેન્દ્ર ચુડાસમા રાજપીપલા,તા 10 રાજપીપળા ખાતે રાજ્યના શિક્ષણ મંત્રી…