*દિલ્હીમાં હિંસા બેકાબૂ પેટ્રોલ પંપ પર આગ લગાવી*

દિલ્હીમાં સીએએના વિરોધમાં ફેલાયેલી હિંસામાં અત્યાર સુધીમાં એક હેડ કોન્સ્ટેબલ સહિત ૧૦ના મોત થયા છે. જ્યારે કે ૧૫૦ જેટલા ઘાયલ થયેલા લોકોમાંથી આઠ લોકોની હાલત ગંભીર છે. દિલ્હીના મૌજપુરમાં ફેલાયેલી હિંસા દરમ્યાન સીએએના વિરોધી અને સમર્થક આમને સામને આવી ગયા હતા. મોડી રાત્ર સુધીમાં આ હિંસા વધારે ભડકી હતી. રાત્રીના સમયે ગોકુલપુરીમાં આવેલા ટાયર બજારમાં આગ લગાવી દેવામાં આવી. આ ઉપરાંત ભજનપુરામાં પેટ્રોલ પંપ પર આગ લગાવી દેવામાં આવી. ત્યારે હિંસામાં ઘાયલ થયેલા તમામ લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા