*3 અબજ ડૉલરના હેલિકોપ્ટર આપશે અમેરિકા*

ડોનાલ્ડ ટ્રમ્પ અને પીએમ મોદીની દ્વિપક્ષિય બેઠક બાદ વિદેશ મંત્રાલયે પ્રેસ કોન્ફરન્સ યોજી ભારત-અમેરિકા વચ્ચે થયેલા મહત્વના કરારો વિશે માહિતી આપી છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, ભારતનું સંરક્ષણ ક્ષેત્ર હવે વૈશ્વિક સ્તરનું થઇ ગયું છે. ભારત અને અમેરિકા વચ્ચે સંયુક્ત સૈન્ય અભ્યાસ થશે. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર ટ્રમ્પ અને મોદી વચ્ચેની બેઠક બાદ ભારત અને અમેરિકા વચ્ચે 3 કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે