સુપ્રીમ કોર્ટના જસ્ટિસ ચંદ્રચુડ કહે છે કે 6 ન્યાયાધીશો H1N1 વાયરસ સ્વાઇન ફ્લૂ થી પીડિત છે. તેમણે મુખ્ય ન્યાયાધીશને સુપ્રીમ કોર્ટમાં કાર્યરત વ્યક્તિઓના રસીકરણ માટે નિર્દેશો જારી કરવા જણાવ્યું છે. મુખ્ય ન્યાયાધીશે આ મુદ્દે ચર્ચા કરવા સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશન (એસસીબીએ) ના પ્રમુખ સાથે બેઠક બોલાવી છે.દરમિયાન જસ્ટિસ સંજીવ ખન્ના કોર્ટના રૂમ નંબર 2માં જસ્ટિસ રમનાની બેંચમાં 3 જજોની બેંચમાં બેસીને કેસની સુનાવણી કરી રહ્યા છે. મુખ્ય ન્યાયાધીશ અને એસસીબીએના પ્રમુખ સાથે H1N1 અંગે અડધા કલાકની બેઠક મળી હતી.
મુખ્ય ન્યાયાધીશે આ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. 10 લાખ રૂપિયા SCBA ફંડમાંથી આપવામાં આવે એવી રજુઆત કરી છે. મુખ્ય ન્યાયાધીશે કહ્યું કે 1 કે 2 દિવસમાં રસીકરણ માટેની વ્યવસ્થા કરવામાં આવશે. રસીકરણ માટે જાહેરનામું બહાર પાડવામાં આવશે. આ રસી માટે વ્યક્તિ દીઠ 1200 રૂપિયા ખર્ચ થશે.દુષ્યંત દવેએ જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટ પરિસરમાં તાજેતરમાં યોજાયેલી ન્યાયિક સમ્મેલનમાં ભાગ લેનારા વિદેશી પ્રતિનિધિમંડળ (વિદેશી પ્રતિનિધિ મંડળ) ના કેટલાક સભ્યો વાયરસથી સંક્રમિત હતા. હાલમાં સ્વાઈન ફ્લૂથી ચેપ લાગનારા બે ન્યાયાધીશો નવ જજોની બંધારણીય બેંચનો પણ એક ભાગ છે જે સબરીમાલા વર્ડિકટ કેસની સુનાવણી કરી રહી છે. આ રોગને કારણે આ કેસની સુનાવણીમાં પણ વિલંબ થઈ રહ્યો છે.