વાઘોડિયા તાલુકા ના દેવ નદી વિસ્તાર કાંઠે આવેલા કાગડી પુરા પાસે આવેલા ડેમ પ્રજાજનો માટે જોખમકારક હોય આ ડેમના પાણીમાં મગર નુ સામાજય બની જતા ગ્રામજનો પોતાના પશુઓને પાણી પાવા અથવા નદી કિનારે જતા ગભરાય છે બંધ કરેલા ડેમ ને ખુલ્લો કરવા ગ્રામ્ય વિસ્તાર ના લોકો ની લાગણી અને માંગણી ઉઠવા પામી છેવડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકા ની હદમાં પસાર થતી દેવ નદી આવેલી છે દેવનદી કાંઠે અનેક ગામો આવેલા છે આ દેવ નદી ના પાણી વર્ષોથી પ્રજાના જીવન જરૂરિયાતમાં પાણી ઉપયોગી હતું પરંતુ આ દેવ નદી વ્યારા વેજલપુર ફલોડ કાગડીપુરા જેવા નદીના કાંઠે ગામો આવેલ છે ગામલોકોને અત્યારના સમયમાં નદીનું પાણી જીવન જરૂરિયાત ને ભયજનક બની ગયું છે પાણી પીવા કે ઉપયોગ લેવામાં ભયાનક બીમારીઓ થવાનો લોકોને ભય છે પ્રજાજનો નું કહેવું છે કે કાગડી પુરા ગામ પાસે જે ડેમ બનાવ્યો છે એનાથી નદીકાંઠે મગરોનું સમ્રાજ્ય બની ગયું છે નદીમાં પશુ ઢોર કે માણસ થી નદીમાં જવાનો ખતરો મંડાઈ રહ્યો છે નદીકાંઠે ની પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી છે વ્યારા ફલોડ કાગડી પુરા પાસે ડેમ જ્યારનો બનાવવામાં આવ્યો છે ત્યારથી જ પ્રજા ત્રાહિમામ પોકારી રહી છે પ્રજાનું કહ્યું છે જે વહેલી તકે ડેમ ખુલ્લો કરવામાં નહીં આવે તો મગરો ઘરોમાં પણ ઘૂસી આવવાનો વિસ્તારના ગ્રામજનો ભય છે હાલ મગરો રાતના સમયમાં ખુલ્લા જાહેર માર્ગ ઉપર વિશ્રામ કરવા બહાર નીકળી આવે છે પ્રજાને જોખમકારક બની ગયું છે નદીનું પાણી પણ દુષિત થઈ ગયું છે રોગચાળો થાય એનો ગ્રામજનોમાં ભય છે ફલોડ થી લાગી ને વ્યારા ગામ સુધીનું પાણી દુષિત થઈ ગયું છે અને નદીમાં જાડિયો દિવસેને દિવસે વધી ગઈ છે પ્રજાનું કહેવું છે કાગડી પુરા ગામની પાસે ડેમ બનાવેલ છે એ ડેમમાં પાણીનો નિકાલ કરવા માટેનો કોઈ scope મુકેલ નથી પ્રજાનું કહેવું છે એના લગતા વળગતા અધિકારીઓ તાત્કાલિક ધોરણે સમસ્યાનો ઉકેલ લાવે એવી માંગ છે સરકાર ના વહીવટી તંત્ર દ્વારા પ્રજાની સમસ્યા તાત્કાલિક ધ્યાનમાં લઇ ઉચ્ચ અધિકારીઓ ને આ સમસ્યા તાત્કાલિક યુદ્ધ ના ધોરણે ધ્યાનમાં લઈ ડેમ ખુલ્લો કરી આપવા ની લોક માંગ ઉઠવા પામી છે
હુસેન મન્સૂરી વાઘોડિયા .