વડાપ્રધાન ના “જલ જીવન મિશન” અંતર્ગત અને રાજ્યના “નલ સે જલ” કાર્યક્રમ હેઠળ નર્મદા જિલ્લામાં રૂા. ૯૪૦.૨૯ લાખના ખર્ચે ૫૭ ગામોના ૧૩,૬૮૨ ઘરોને આવરી લેતી પેય જળ-પાણી પુરવઠા યોજનાને મંજૂરી

ઓગસ્ટ-૨૦ સુધીમાં કામગીરી પૂર્ણ કરવાનું સુચારૂં આયોજન

જિલ્લામાં હાલ ૧,૦૧,૧૩૪ ઘર જોડાણ ઉપરાંત ડિસેમ્બર-૨૦૨૦ અંતિત વધુ ૨૩,૪૯૮ ઘરોને નળ જોડાણથી આવરી લેવાશે

બાકી ૩૧,૩૭૮ ઘરોમાં માર્ચ-૨૦૨૨ સુધીમાં નળ જોડાણની કામગીરી પૂર્ણ
કરીને જિલ્લાના પ્રત્યેક ઘરમાં “નલ સે જલ” ની ૧૦૦ ટકા સુવિધા ઉપલબ્ધ કરાશ

જિલ્લા કલેક્ટર મનોજ કોઠારીના અધ્યક્ષપદે જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની મળેલી બેઠક

નર્મદા જિલ્લા કલેક્ટર મનોજ કોઠારીના અધ્યક્ષપદે રાજપીપલા કલેક્ટર કચેરી ખાતે યોજાયેલી જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠકમાં જિલ્લાના ૫૭ ગામોના ૧૩,૬૮૨ ઘરોને આવરી લેતી રૂા. ૯૪૦.૨૯ લાખના ખર્ચની પીવાના પાણીની-પેય જળ યોજનાને મંજૂરી આપવામાં આવી છે, જેમાં જિલ્લાના સાગબારા તાલુકાના સીમ આમલી, ભવરી સાવર, રોઝદેવ, ઘોડમુંગ, ચિકાલી, બક્તુરા, અમીયાર, ગાયસવાર, ઉમરકુઇ, સજનવાવ, મોટી દેવરૂપણ, ભોરાઆમલી,ટાવલ, મહુપાડા તેમજ દેડીયાપાડા તાલુકાના મોજરા, રાલ્દા, ઝાડોલી, હરીપુરા, મોસ્કુટ, ગાજરગોટા, બોરીપીઠા, ખરચીપાડા, ભરાડા(રેલ્વા), સામરપાડા (સીદી), નાની બેડછાણ, સેરવાઇ, કણજઇ, ઝરણાવાડી, સોલીયા, મોટા સૂકાઆંબા, રાખસકુંડી, મુલ્કાપાડા, રોજઘાટ, ખામ, મોટી કોરવાઇ, મગરદેવ, દેવીપાડા, ઘોડી, બયડી, મેડ્યુસાગ, મોટી બેડવાણ, કાંટીપાણી, કુનબાર, ઓલગામ, રુખલ, કરતલ, ગુલ્દાચામ, કુંડીઆંબા, કમોદવાવ, ઘનખેતર, મોસીટ, સાબુટી, ચિકદા ગામ જ્યારે નાંદોદ તાલુકાના ભદામ, આમલી અને નરખડી અને તિલકવાડા તાલુકાના હરિપુરા ગામોનો ઉક્ત મંજુરીમાં સમાવેશ થાય છે.

જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એલ.એમ.ડિંડોર, વાસ્મોના કાર્યપાલક ઇજનેર અને યુનિટ મેનેજર વિનોદ પટેલ, ડીજીવીસીએલના કાર્યપાલક ઇજનેર પટેલ, ડેપ્યુટી ટેકનિકલ મેનેજર સુશ્રી રૂમાના પઠાણ સહિત જિલ્લા આયોજન મંડળ, સ્ટેટ-પંચાયત માર્ગ અને મકાન વિભાગ, ટ્રાયબલ પ્રોજેક્ટ કચેરી ઉપરાંત અન્ય અમલીકરણ અધિકારીઓની ઉપસ્થિતમાં યોજાયેલી આ બેઠકને સંબોધતા જિલ્લા કલેક્ટર મનોજ કોઠારીએ કેન્દ્ર સરકારના “જલ જીવન મિશન” અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા હાથ ધરાયેલ “નલ સે જલ” કાર્યક્રમ હેઠળ જિલ્લાના તમામ ગામોના પ્રત્યેક ઘરમાં ૧૦૦ ટકા નળ જોડાણનો લક્ષ્યાંક સિધ્ધ કરવા માટે યોજનાવાર માઇક્રો પ્લાનિંગ કરીને જે તે કામગીરી સમયમર્યાદામાં પૂર્ણ થાય અને લાભાર્થી પરિવારોને પીવાના પાણીની સુવિધા સમયસર ઉપલબ્ધ થાય તે જોવાની હિમાયત કરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, પ્રત્યેક ઘરમાં “નલ સે જલ” ની સુવિધા ઉપલબ્ધ કરવાના દેશના વડાપ્રધાનશ
ના ડ્રિમ પ્રોજેક્ટ અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા આગામી ૨૦૨૨ સુધીમાં આ લક્ષ્ય પ્રાપ્તિ માટે કરાયેલા આયોજનના ભાગરૂપે નર્મદા જિલ્લા પાણી પુરવઠાતંત્ર (વાસ્મો) દ્વારા આગામી ડિસેમ્બર- ૨૦૨૧ સુધીમાં જિલ્લાના તમામ ૧,૫૬,૦૧૦ જેટલાં ઘરોમાં નળજોડાણ સુવિધા ઉપલબ્ધ કરવાની દિશામાં કામગીરી ઝડપથી આગળ વધી રહી છે. હાલમાં જિલ્લામાં ૧,૦૧,૧૩૪ ઘરોમાં નળથી પીવાના પાણીની સુવિધા ઉપલબ્ધ છે, જ્યારે જિલ્લાના અન્ય ૫૪,૮૭૬ જેટલાં ઘરો પૈકી ૨૩૪૯૮ ઘરોમાં આગામી ડિસેમ્બર-૨૦૨૦ અંતિત અને બાકી રહેલા ૩૧,૩૭૮ ઘરનાં નળ જોડાણની કામગીરી માર્ચ-૨૦૨૨ અંતિત પૂર્ણ થાય તેવા સુચારા આયોજનની સમીક્ષા સાથે જિલ્લા કલેક્ટરશ્રી મનોજ કોઠારીના માર્ગદર્શન અને રાહબરી હેઠળ વાસ્મો દ્વારા જરૂરી કામગીરી આગળ ધપી રહી છે.