જીવીકે ઈએમઆરઆઇ 108 તથા અન્ય પ્રોજેક્ટની કલેકટરના અધ્યક્ષપણા હેઠળ રીવ્યુ મિટિંગ યોજાઈ.

જીવીકે ઈએમઆરઆઈ 108 ઇમરજન્સી સેવાની તથા બીજી અન્ય પ્રોજેક્ટની મીટીંગ કલેક્ટર રાખ અધ્યક્ષ સ્થાને હેઠળ કલેકટર ઓફિસ માં રાખવામાં આવી હતી. જેમાં 24 જાન્યુઆરી 2020 સુધી 108ની થયેલી કામગીરી તથા અન્ય પ્રોજેક્ટ જેવા કે 181 મહિલા અભિયાન, 1962 કરુણા એમ્બ્યુલન્સ, ખિલખિલાટ અને એમ.એસ.યુનિ સમીક્ષા કરવામાં આવી હતી.
નર્મદા જિલ્લાની મિટિંગમાં કલેકટર એમ.આર. કોઠારી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. કિરણ પટેલ, મુખ્ય જિલ્લા તબીબી અધિકારી ડો. જ્યોતિ ગુપ્તા અને અન્ય અધિકારીઓ મિટિંગમાં હાજર રહ્યા હતા, તથા 108 સેવાની પ્રોગ્રામ મેનેજર અભિષેક ઠાકર ઈમરજન્સી અકિઝક્ટિવ મોહમ્મદ હનીફ બચુલી, 181 ના જિલ્લા અધિકારી ચંદ્રકાંત મકવાણા, 19062 જિલ્લા અધિકારી રૂપેશ ડઢાણીયા, એમ.એસ.યુનિ.ના જિલ્લા અધિકારી સચિન મિટિંગમાં હાજર રહી બધા પ્રોજેક્ટ વિશે કામગીરીને વિસ્તૃત માહિતી પૂરી પાડી હતી.