કરજણ નદીમાં ઘોડા પૂર આવતા ફરી એક વાર રાજપીપલા અને રામગઢ પૂલ ના ત્રીજા પિલ્લરને થયું નુકશાન
પુલની અવરજવર બંધ કરાઈ. ત્યાં પોલીસ મુકાઈ
કરજણ ઓવારાના ખંડિત પગથિયાંને થયું વધુ નુકશાન
અડધા પગથીયા પાણીમાં ગરકાવ
પૂલ પણ અડધો ડૂબ્યો.
તલકેશ્વર મહાદેવ મંદિરની દીવાલો પણ ધરાસાઈ થઈ
રાજપીપળા: તા 30
29મી સપ્ટેમ્બરની વહેલી સવારે દોઢ લાખ ક્યુસેક પાણી કરજણ ડેમમાં છોડીને ડેમના તમામ 9ગેટ ખોલી નાખતા કરજણ નદીમાં ઘોડા પૂર આવ્યા હતા. આ ઘોડા પુરમાં રાજપીપલા અને રામગઢ ને જોડતા હમણાં જ થોડા વખત પહેલા બનાવેલા નવા પુલને ભારે વરસાદમાં નુકશાન થયું છે. ખાસ કરીને પૂલ ના ત્રીજા પિલ્લરને થયું નુકશાન થયું છે.થોડા જ મહિના પહેલા આ પુલ વચ્ચેથી બેન્ડ વળી જતા પુલને ભારે નુકશાન થયું હતું. પૂલ રીપેર કરવાની નોબત આવી હતી.તે વખતે પણ પુલ બંધ કરવાની ફરજ પડી હતી.હવે ભારે પુરમાં ફરી એકવાર પુલના પિલ્લરને નુકશાન થયું છે. ત્યારે આ પુલ ના બાંધકામ અંગે અનેક પ્રશ્નો ફરી એકવાર ઉભા થયાં છે. હાલ આ પુલને ફરીથી અવરજવર માટે બંધ કરી દેવામાં આવ્યો છે.
બીજી તરફ આ કરજણ ઓવારાના ઘણા વર્ષથી પગથિયાં બેસી ગયા છે. તેને રીપેર કરવાની ઘણા વખતથી વાતો થઈ રહી છે.પણ હજી સુધી રાજવી વખતના ઐતિહાસિક કરજણ ઓવારો ખંડિત થયાં પછી દર વર્ષે વધુને વધુ ઓવારાને નુકશાન થઈ રહ્યું છે.આ વર્ષે ભારે વરસાદ માં ઓવારો પાણીમાં ગરકાવ થઈ ગયો છે. જેનાથી ઓવારાને વધુ નુકશાન થઈ રહ્યું છે.આ જોખમી ઓવારા પર હજી પણ પગથિયાં નીચે ઉતરીને લોકોમાછી મારી કરી રહ્યા છે. ગામની મહિલાઓ કપડાં ધોવા ઓવારે આવે છે તેની ઉપર કોઈ પ્રતિબન્ધ કેમ નહીં? એવા અનેક સવાલો ઉઠી રહ્યા છે.
તો બીજી તરફ
કરજણ પુલ નીચે આવેલ તડકેશ્વર મહાદેવ મંદિરની દીવાલો પણ પાણીના પ્રવાહ માં ધરાસાઈ થઈ ગઈ છે. આ કરજણ જવાનાં રસ્તાનું પણ ભારે ધોવાણ થયું છે. આમ કરજણના ભારે પ્રવાહે ભારે ખાના ખરાબી સર્જી છે.
તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા