આપણે જેને કૃષ્ણકમળથી ઓળખીએ છીએ તેને ભારતમાં ઝુમકા લતા કે Passion fruit પણ કહે છે.

આપણે જેને કૃષ્ણકમળથી ઓળખીએ છીએ તેને ભારતમાં ઝુમકા લતા કે Passion fruit પણ કહે છે. Passifloraceae કુળની આ વેલ અતિસુંદર, રંગબેરંગી અને મનમોહક ફૂલોને લીધે ઘરઆંગણે ઉછેરવા લાયક છે. વિશ્વમાં આ ફૂલની ૧૬ જાતો અને ૫૫૦ જેટલી પ્રજાતિઓ પૈકી ભારતમાં જોવા મળતી મુખ્ય જાતિઓની ઓળખ અત્રે આપેલ છે.
ભારતમાં દરરોજ કરોડો રૂપિયાના ખર્ચે કોન્ક્રીટના જંગલો ઉભા કરતા પ્રોજેકટના ખાતમહૂર્ત અને લોકાર્પણ થતા હોય છે. ત્યારે કૃષ્ણકમળબાગ, ગુલાબગાર્ડન, ઔષધીય બાગ, પતંગિયા વન, વાંસજંગલ જેવા કૂદરતી પ્રોજેક્ટ પણ બને તો ભવિષ્યમાં આવનારી કુદરતી હોનારતોથી બચી શકાશે. –