જામનગર: છેલ્લા 25 વર્ષથી નિરંતર પગપાળા માતાના મઢ ખાતે માં આશાપુરાના દર્શનાર્થે જતો પગપાળા સંઘ જામનગરથી મંગળવારે દર્શન માટે પગપાળા જવા કરશે પ્રયાણ.
જામનગર: છેલ્લા 25 વર્ષથી અવિરત જામનગરથી માતાના મઢ ખાતે ભક્તો સાથે દર્શનાર્થે જતો પગપાળા સંઘ મંગળવારના રોજ સવારે દરબારગઢથી પ્રસ્થાન કરશે. સર્વે જ્ઞાતિના ભાઈઓ બહેનો આ સંઘમાં માં આશાપુરાના દર્શન માટે જોડાતા આવ્યા છે. 11 દિવસની પદયાત્રાના અંતે આ સંઘ માતાના મઢ માં આશાપુરાના દર્શન કરી ધન્યતા અનુભવે છે. આ આખા સંઘનું સુંદર આયોજન તેમજ સંચાલન છેલ્લા 25 વર્ષથી પ્રવિણસિંહ જાડેજા દ્વારા કરવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે માઈભક્તો માં આશાપુરાના દર્શન કાજે ચાલતા માં ના ધામ પહોંચે છે અને દર્શનનો લહાવો મેળવે છે. માં આશાપુરા આપ સર્વેની મનોકામના પૂર્ણ કરે..