જુઓ..ડેપ્યુટી મેયરનો અલગ અંદાજ.. મંદિરમાં રામધુનનો રસ માણતા જામનગર મનપાના ડેપ્યુટી મેયર તપન પરમાર..
જામનગર: મનપાના પદાધિકારીઓનો રુઆબ કાંઈક અલગ જ તરી આવતો હોય છે એ સહુ કોઈએ જોયું જ હશે. પરંતુ જામનગરના ડેપ્યુટી મેયર તપન પરમારની વાત કાંઈક અલગ જ છે. જી હા આપ જે રામધુનની મજા મણનાર વ્યક્તિને જોઈ રહ્યા છો તે બીજું કોઈ નહીં જામનગર મનપાના ડેપ્યુટી મેયર તપન જશરાજ પરમાર છે. સાદગી ભર્યું જીવન જીવતા જામનગર મનપા ના યુવા ડેપ્યુટી મેયર તપન જશરાજ પરમાર કંઈક અલગ જ અંદાજમાં જોવા મળ્યા હતા. જામનગરના ગુલાબનગર ખાતેના ફૂલીયા હનુમાન મંદિર ખાતે રામધુનનું આયોજન કરવામાં આવ્યુ હતું જેમાં મનપાના ડેપ્યુટી મેયર ભક્તિભાવે ઉપસ્થિત રહ્યા હતા અને સામાન્ય વ્યક્તિની જેમ રામધુનના રસનો લ્હાવો લીધો હતો અને આનંદ સાથે આ રામધુનો રસ માણ્યો હતો.