દરેક પત્નીએ વાંચવા અને સમજવા જેવું !!!
Love him :
તમારો પતિ ઘરે આવીને “ચા” કે “કોફી” ઓર્ડર કરે એનો મતલબ એ છે કે તે વર્ક પ્રેસર, બોસ ની ગાળો અને સ્ટ્રેસ થી બિચારો ખુબ જ ચિંતિત છે ત્યારે “ચા” કે “કોફી” તો એક બહાનું છે, તેને તમારી નટખટ વાતો સંભાળી ને ફ્રેશ થવું છે તેને સમય આપો અને તેનું મૂળ ચેન્જ કરો.
આ સમયે પત્ની અપેક્ષા ના રાખે પણ પતિ ને સમય અને પ્રેમ આપવાનો સંતોષ માણે…
Love him :
જો તે કોઈ સુંદર છોકરીને કે તમારી બેનપણી ને જુએ છે એટલે એવું ના માની લેવાય કે એ એના પ્રેમમાં છે.
એ બિચારો તો એ ચેક કરે છે કે “મારી વાળી” આના કરતા તો ક્યાય બેસ્ટ છે.
Love him :
તમે બનાવેલ ખાણું ખાઈને તે કોઈ ટીકા કરે તો એને પોઝીટીવ લેજો કારણ સાચો સખો જ તમને સત્ય કહેશે બાકી બીજા તો ખોટે ખોટા જ વખાણ કરશે !!!
અંતે, એની ટીકા તમારા ઈમ્પ્રુવમેન્ટ માટે જ છે ને ???
Love him :
જો તે સુતી વખતે મોટે થી નસકોરા બોલાવે અને તમને ડીસ્ટર્બ કરે તો એવું સમજજો કે તે તમારી સાથે લગ્ન કરીને તે દુનિયાનો સૌથી સુખી વ્યક્તિ છે જે ઘસઘસાટ ઊંઘી રહ્યો છે…
મનોમન એને જોઇ ને ખુશ થાજો, હરખાજો !!!
Love him :
જો તમારા જન્મદિવસે તે તમને ગીફ્ટ આપતા ભૂલી જાય તો એવું સમજજો કે તમારા સુખી ભવિષ્ય માટે તે સેવિંગ કરી રહ્યો છે…
Love him :
કારણ, કુદરતે તમને બંનેને ભેગા કર્યા છે અને તમે બંને જ એકબીજા ની ફાઈનલ પસંદગી છો !!!
મિત્રો ! આ નાની નાની વાતો પણ બહુ મોટી અસર કરે જો સમજાય તો ! ક્યારેક નવરાશ ની પળો માં શાન્ત ચિતે વિચારશો તો જરુર સમજાશે..