સ્પા એટલે શું? એ નથી કેવું અને એના વિશે ય નથી કેવું પણ શું થયું એની

થાઈલેન્ડની સ્પાવાળી છોકરીની ઘટના ❤️

પહેલાં તો સ્પા એટલે શું? એ નથી કેવું અને એના વિશે ય નથી કેવું પણ શું થયું એની વાત કરવી છે. ભારતીય પરંપરાની વાત કરવી છે.

આજ રોજ પપ્પા 8 વાગે જોબ પરથી ઘરે આવતા હતા.ત્યારે એમને રોડ પરથી એક પર્સ મળ્યું. પર્સ લઈ ઘરે આવ્યા જોયું પણ નહિ કે અંદર શું છે કે શું નહીં? પણ અંદર એક હીરો થાઇલેન્ડના નાણાં, ભારતીય 18000 નાણાં અને એ મેડમના થાઇલેન્ડના ડોક્યુમેન્ટ હતા. હું જોબ પરથી ઘરે આવ્યો અને મમ્મીએ કીધું કે દિપુ એક કામ કરને એક બેનનું પર્સ મળ્યું છે. પણ કઈ ભાષામાં લખ્યું છે એ ખબર નથી પડતી. મેં જોયું તો ભાષા થાઈ હતી અને એ મેડમનું થાઈલેન્ડનું નેશન આઇડ કાર્ડ હતું. મને થયું કે ખાલી ડોક્યુમેન્ટ જ છે. મેં કીધું કે બીજું કઈ છે કે નહીં. તો મને પર્સ બતાવ્યું તો એમાં 18000 ભારતીય નાણાં, થાઈ નાણાં અને એક હીરો હતો. મેં કીધું કે આતો વધારે પૈસા છે.

મમ્મીએ જ્યારે આ પર્સ જોયું તો ત્યાં તો હાંફળા ફાંફળા થઈ ગયેલા અને મનમાં ને મનમાં નાનકડી માનતા માની કે આ પર્સ જેનું હોય એને મળી જાય.

પહેલાં તો મેં મારી રીતે પર્સમાંથી મળેલ કાર્ડ માંથી માહિતી શોધી પણ કંઈ મળ્યું નહીં. પણ એક વાતની તો જાણ થઈ કે આ મેડમ સ્પામાં કામ કરે છે. મમ્મી પપ્પાને કેવું ય કેમ કે આ સ્પા શું છે. મેં કીધું જવા દો.

ત્યાં એટલામાં મારા માસીનો દીકરો આવ્યો અનિલ મેં એને બધું કહ્યું. એ પણ હજુ જોબ પરથી આવ્યો હતો. એ ભી ફ્રેશ ન્હોતો થયો અને હું પણ. એ આવીને તરત કહે કે દીપ ભાઈ પોલીસને દય દેવી આ મેડમ સ્પામાં જ કામ કરે છે. મારા પપ્પા કહે કે પોલીસને દેશું પણ આપણે પહેલાં કંઈક કરવી તો હું અને અનિલે બેઉએ નક્કી કર્યું કે આને આપણે ગમે એમ કરી આ બધું પાછું તો દેવું જ છે. અરે આપણું આધાર કાર્ડ ખોવાઈ જાય તો ચિંતામાં આવી જઈએ છીએ આ તો વિદેશની છે અને એનું આઈડી અમારી પાસે. અમે પર્સ સાથે ન લીધું ખાલી ડોક્યુમેન્ટના ફોટા લીધા જો કોઈ મળશે તો આ ફોટા બતાવીશું. તો બેઉ જમ્યા વગર નીકળ્યા બાઇક લઈ. પહેલા તો એક નજીકના સ્પાનો નમ્બર ગૂગલ પરથી મેળવ્યો પણ કોલ લાગે નહિ. તો સીધા જ એક નજીકના સ્પામાં ગયા અને એ બંધ હતું. નીચે સિક્યોરિટીવાળાને પૂછ્યું કે અમને આવું આવું મળ્યું છે તો કોઈ આવેલું પૂછપરછ માટે તો એને કીધું કે એ મેડમ આવ્યા હતાં પણ એમનો કોન્ટેક નથી અમારી પાસે. તો અમે પૂછ્યું કે આ સ્પાના ઓનરનો નમ્બર હોય તો આપોને તો સિક્યોરિટી વાળાએ સ્પા વાળાનો નમ્બર આપ્યો. અમે કોલ કર્યો અમને મળવા આવ્યા ડોક્યુમેન્ટ બતાવ્યા પણ આ મેડમ એમને ત્યાં ન્હોતા. પણ એ લોકોએ કહ્યું કે આવું કામ બહુ ઓછા કરે કે આટલા રૂપિયા અને આઈડી પ્રુફ પાછું દેવું પ્રમાણિકતા કહેવાય. એ આદમી ખુશ થઈ ગયા અને કીધું કે મેડમ મળે કે ન મળે અમારા તરફથી તમને કાલે પાર્ટી. જો કે અમારો નમ્બર લીધો અને ડોક્યુમેન્ટના ફોટા મોકલ્યા અને એમણે એમના ગ્રુપમાં મોકલ્યા કે આ આઈડી વાળી મેડમનો કોઈ કોન્ટેક થાય તો કહેજો. પણ અમે હજુ ય ચિંતામાં હતા કે આ વ્યક્તિથી થશે કે કેમ એટલે અમે આગળ બીજા સ્પા તરફ ગયા એ પણ બંધ. ઘણી જગ્યાએ રખડ્યા તો થયું કે લેટ થઈ ગયું છે તો આપણે કાલે કંઈક કરીશું. અમે ઘર તરફ રિટર્ન ફરતા હતા. ત્યાં એક અજાણ્યા નમ્બર પરથી કોલ આવે છે અને એ લેડી ઈંગ્લીશમાં વાત કરવા લાગી Have you found my purse? એટલે થયું કે આજ મેડમ હોવા જોઈએ તો થોડી ઘણી ઈંગ્લીશમાં વાત કરી. તો એ મેડમ હતા હજીરા અને અમે હતા વેસુ તો મેડમને કહ્યું કે તમે અમે જે એડ્રેસ કહીએ ત્યાં આવો.

મેડમને સિદ્ધિવિનાયક મંદિરનું એડ્રેસ આપ્યું. અમે ઘરે આવ્યા ઘરે મમ્મી પપ્પાને વાત કરી કે એ મેડમ આવે છે. અમે એને પહેલાં ડોક્યુમેન્ટના ફોટા બતાવીશું જો એ હશે તો જ એને દેશે. એટલામાં text મેસજ આવે છે કે અમે તમે દીધેલા એડ્રેસ પર આવવા નીકળી ગયા છીએ. અહીં મમ્મી પણ ચિંતામાંથી મુક્ત થયા પણ અમને બેઉને કહે કે ધ્યાન રાખીને જજો બાયુ હારી હોય ન હોય. મમ્મીને કીધું કે બસ પપ્પાને સાથે લઈ જશું. ત્યાં હજુ એક મેસેજ આવ્યો કે reached temple એટલે હું અનિલ મારી બેન અને પપ્પા મંદિર જવા રવાના થયા.

એ મેડમ ત્યાં પહોંચી ગયેલા. Hii hello કર્યું અમે અમારી આઇડેન્ટી કહી ડોક્યુમેન્ટ બતાવ્યા એમણે પણ એમના ફોનમાંથી એમના ડોક્યુમેન્ટ બતાવ્યા. હાથમાં પર્સ આપ્યું. બીજું બધું તો ઠીક યાર એની ખુશી જોઈ અમે ખુશ થઈ ગયા. એમને પણ થયું કે યાર અજાણ્યા દેશમાં આવી પ્રમાણિકતા ક્યાંથી.

મેં થોડું ઈંગ્લીશમાં કહ્યું કે આ પર્સ તમારું મારા પપ્પાને મળેલું. તો પપ્પાને હગ કરી પપ્પા પપ્પા કહી મેડમ રડવા લાગ્યા. બે હાથ જોડી નમન કર્યું. દીદીને સિસ્ટર સિસ્ટર કહી ભેટી પડ્યા. વાત અહીં અટકતી નથી. અહીં ઘટના એવી છે કે એ મેડમ સાથે જે મેડમ હતા એ સ્પામાં કામ કરતા હતા એમની સાથે આ મેડમ એક વિક માટે ભારત ફરવા આવ્યા હતાં અને એ જ દિવસે એમનું પર્સ ખોવાઈ ગયું હતું. અંતે પર્સ હાથમાં આપ્યું.

ખરેખર એ મેડમે કઈ તો સારું કામ કર્યું જ હશે કે એમને એમના કર્મ માટે સારું ફળ મળ્યું. જો બીજા કોઈકના હાથે આ પર્સ મળ્યું હોત તો ઘટના બહુ અલગ બની જાત.

નેકી કી રાહો પે તું ચલ રબ્બા રહેગા તેરે સંગ.

અંતે બેઉ મેડમ બુદ્ધમાં માનતા હતા ❤️❤️

~ દીપક કે. સોલંકી ❤️❤️