આજે ગાંધીનગર ખાતે યોજાવા જઇ રહેલી નવા મંત્રીમંડળની શપથવિધિને લઇને મોટા સમાચાર સામે આવી રહ્યાં છે.

તમે મંત્રી બનશો..? ધારાસભ્યોના ફોન રણક્યા..જાણો..મંત્રીમંડળમાં ક્યા ધારાસભ્યો મેળવશે સ્થાન. આજે બપોરે ગાંધીનગરમાં થશે શપથવિધિ.

ગાંધીનગર: આજે ગાંધીનગર ખાતે યોજાવા જઇ રહેલી નવા મંત્રીમંડળની શપથવિધિને લઇને મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. નવા મંત્રીમંડળની રચનાને લઇ ધારાસભ્યોને ફોન રણકવાની શરૂઆત થઈ ગઈ. જે મંત્રીઓને મંત્રી પદ મળ્યુ છે, અને તેઓ આજે બપોરે શપથ લેશે તેઓને ગાંધીનગરથી ફોન આવવાની શરૂઆત થઈ ગઈ છે. આજે ગાંધીનગરમાં 14 થી 16 રાજ્યકક્ષાના મંત્રીઓ શપથ લેશે.

ભરૂચના દુષ્યંત પટેલ, વડોદરા શહેરના ધારાસભ્ય મનીષા વકીલ, ભાવનગર પશ્વિમના ધારાસભ્ય જીતુ વાઘાણી, કેશોદના ધારાસભ્ય દેવા માલમ, સુરતના મજૂરાના ધારાસભ્ય હર્ષ સંધવી, વીસનગરના ધારાસભ્ય ઋષિકેશ પટેલ, ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલ, ઓલપાડના ધારાસભ્ય મુકેશ પટેલ, રાજકોટના અરવિદ રૈયાણી, પારડીના ધારાસભ્ય કનુભાઈ દેસાઈ, લીંબડીના ધારાસભ્ય કિરીટસિંહ રાણા, અમદાવાદના નિકોલના ધારાસભ્ય જગદીશ પંચાલ, મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજા, જામનગરના ધારાસભ્ય રાઘવજી પટેલને મંત્રીપદ મળવાની વકી પાક્કી થતી જોવા મળી રહી છે.

આજે તમામ નવા મંત્રીમંડળની શપથવિધિ બપોરે દોઢ કલાકે રાજભવનમાં યોજાશે. ગાંધીનગરમાં રાજભવન ખાતે આજે બપોરે થનારી શપથવિધિની તૈયારીઓ તેજ બની છે. ગઇ કાલે ફાડી નાંખવામાં આવેલા બેનરના સ્થાને હવે નવા બેનર લગાડવાની શરૂઆત કરાઈ છે. આજના બેનરમાં માત્ર શપથ વિધિનો જ ઉલ્લેખ કરાયો છેક્યાંય તારીખનો ઉલ્લેખ નથી કરવામાં આવ્યો.