ભારતમાં મુંબઇ ખાતેના USA ના કોન્સ્યુલ જનરલ ડેવિડ.જે.રેન્ઝએ
સ્ટેચ્યુ ઓફ યુનિટી, વેલી ઓફ ફલાવર્સ,નર્મદા ડેમ, કેક્ટસ ગાર્ડન, એકતા નર્સરીની મુલાકાત લીધી
રાજપીપલા,તા 14
ભારતમાં મુંબઇ ખાતેના USA ના રાજદૂત ડેવિડ.જે.રેન્ઝ આજે નર્મદા જિલ્લાના કેવડીયા કોલોની ખાતે આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઇ ધન્યતાનો ભાવ વ્યક્ત કર્યો હતો. ત્યારબાદ ડેવિડ રેન્ઝ ૪૫ માળની ઉંચાઇએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની વ્યુઇંગ ગેલેરી પ્રતિમાના હૃદયસ્થાનેથી અદભૂત નજારો પણ માણયો હતો.તદ્દઉપરાંત વિધ્યાંચલ-સાતપુડા ગિરીમાળાનું પ્રાકૃતિક સૌંદર્ય નિહાળ્યું હતું. તદ્દઉપરાંત, સરદાર વલ્લભભાઈ પટેલના જીવન ચરિત્ર વિશેની ફિલ્મ નિહાળવા ઉપરાંત ફિલ્મ મ્યુઝિયમમાં પ્રદશિર્ત કરાયેલ તસવીરી પ્રદર્શન પણ તેમણે નિહાળ્યું હતું. આ પ્રસંગે નાયબ કલેક્ટર નિલેશ દુબેએ SOUADATGA તરફથી સ્મૃતિ ચિન્હ રૂપે ડેવિડ.જે.રેન્ઝને સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિકૃતિ અને કોફી ટેબલ બુક અર્પણ કરી હતી. ત્યારબાદ તેઓએ વેલી ઓફ ફલાવર્સનો સુંદર નજારો નિહાળી પ્રફુલ્લિત થયા હતાં. તેમજ નર્મદા ડેમની લીધેલી મુલાકાત દરમિયાન સરદાર સરોવર નર્મદા નિગમના કાર્યપાલક ઇજનેર એ.વી.ગજજરે સ્થળ પર તકનિકી જરૂરી જાણકારી સાથેની વિગતોથી માહિતગાર કર્યા હતાં. ત્યારબાદ ડેવિડે કેક્ટસ ગાર્ડન ઉપરાંત એકતા નર્સરીની મુલાકાતમાં બામ્બુ ક્રાફ્ટ,આર્ગેનિક કુંડા, હાઈડ્રોપોનિક હેન્ડીક્રાફ્ટ, ટ્રાયબલ હટમા પ્રદર્શિત કરાયેલી ચીજ વસ્તુઓ અને સાધન સામગ્રીની પણ માહિતી મેળવી હતી.
પોતાના પ્રતિભાવમાં જણાવ્યું હતું કે,વિવિધતાઓથી ભરેલા ભારત રાષ્ટ્રને અખંડિત બનાવવાની દીર્ઘદ્રષ્ટિ ધરાવનાર એક મહાન નેતા અને વ્યક્તિને આ સાચી અને અસાધારણ શ્રદ્ધાંજલિ છે રેંન્ઝે વધુમાં જણાવ્યું હતું કે, હું એ પણ માનું છું કે,આ જગ્યા સાચા અર્થમાં સ્થાનિક આદિવાસી સમુદાયને આર્થિક રીતે પગભર બનાવવા માટે ઉત્તમ અવસર પ્રદાન કરે છે.આ અદ્ભૂત યાત્રાને હું કદી નહીં ભૂલું,ધન્યવાદ. આ મુલાકાત દરમિયાન નાયબ કલેકટ નિલેશ દુબે, નાયબ વન સંરક્ષક પ્રતિક પંડ્યા,
પ્રોટોકોલના નાયબ કલેકટર બી.એ.અસારી, ટુરિઝમ ઓફિસર મોહિત દીવાન વગેરે ઉપસ્થિત રહ્યાં હતા. તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા