ITBP પેરા મિલિટરીમાં 21 વર્ષ દેશ સેવા આપી પરત ફરતા જવાન ચૌહાણ કિશોર નો સન્માન સમારંભ કાર્યક્રમ યોજાયો.

ITBP પેરા મિલિટરીમાં 21 વર્ષ દેશ સેવા આપી પરત ફરતા જવાન ચૌહાણ કિશોર નો સન્માન સમારંભ કાર્યક્રમ યોજાયો

ચૌહાણ કિશોરભાઈ ITBP પેરા મિલિટરીમાં 21 વર્ષ દેશ સેવા પછી પોતાના માદરે વતન ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાનાં ભોળાદ પાછા આવેલ જેમનાં સન્માન સમારંભ કાર્યક્રમમાં પટેલ દિપેશ ગુજરાત પ્રદેશ પ્રમુખ ગુજરાત અર્ધ લશ્કર સંગઠન તુલસીભાઈ જોઇન્ટ સેક્રેટરી ગુજરાત પ્રદેશ વસંતભાઈ અમદાવાદ જિલ્લા પ્રમુખ પ્રદ્યુમન સિંહ ભાવનગર જિલ્લા પ્રમુખ શક્તિસિંહ જનરલ સેક્રેટરી ભાવનગર જિલ્લા શૈલેષભાઈ જિલ્લા વાસુદેવભાઈ ઉપપ્રમુખ ભાવનગર જિલ્લા અને તાલુકા પ્રમુખ ઘોઘા શંભુસિંગ સરવૈયા જિલ્લા હોમ ગાર્ડ કમાન્ડર કિરણભાઈ પ્રદેશ મહામંત્રી ચુંવડિયા કોળી સમાજ વિષ્ણુભાઈ કોળી સમાજ અમદાવાદ પ્રમુખ નરેન્દ્રભાઈ ગોહિલ ભાવનગર જિલ્લા ચુંવાદિયા કોળી સમાજ પ્રમુખ , દિલીપભાઈ યુવા પ્રમુખ વિપુલભાઈ વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ નરેન્દ્રસિંહ ગોહિલ સેક્રેટરી ગુજરાત પ્રદેશ કમલેશભાઈ, જગદીશભાઈ, ગીરીશભાઈ વાઘેલા, આર્મી સંગઠનનાં પાંચાભાઈ, રાજેશભાઈ ગોહિલ, મહેન્દ્ર સિંહ ચુડાસમા તેમજ અન્ય પેરા મિલિટરી અને મિલિટરી નાં નિવૃત્ત જવાન, ગ્રામજનો, બહેનો માતાઓ નાના બાળકો સમાજનાં અગ્રણી , સાધુ સંતો જવાન ને આવકારવા અને શુભેચ્છા પાઠવવા ખુબ મોટી સંખ્યામાં મહેરામણ ઉમટ્યું.

હાજર સર્વે નાગરિકો એ ખુબ પ્રેમભાવથી નિવૃત્ત જવાન ને આવકાર્યો અને ખુબ ખુબ અભિનંદન અને આશીર્વાદ આપ્યા. કાર્યક્રમમાં પટેલ દિપેશ ગુજરાત પ્રદેશ પ્રમુખ દ્વારા સંબોધનમાં જવાનોનાં ભેદભાવ વિશે વિસ્તૃત માહિતી આપેલ આ જાણી ને હાજર તમામ નાગરિકો સ્તબ્ધ થઇ ગયા હતા અને જે પેરા મિલિટરીમાં જવાનો સાથે અન્યાય થઇ રહ્યો તેની ટીકા કરેલ કે જ્યારે દેશ એક છે તો જવાનો સાથે ભેદભાવ ના થવો જોઈએ

કારણ આ વીર જવાનો નાં કારણે જ દેશ નાં દરેક નાગરિકોમાં સુરક્ષા ની ભાવના છે અને શાંતિ સલામતી થી જીવી રહ્યા છે જેથી આ જવાનો ને જે સુવિધા સન્માન છે તેમાં સમાનતા હોવી જોઇએ અને જે સન્માન હાલ છે તેમાં વધારો થાય તેવું સમારંભમાં હાજર નાગરિકો નું મંતવ્ય હતું.