અમદાવાદના ૧૩૨ ફુટ ના રિંગરોડ પર ભગવાન ગણેશની નાની મોટી મુતિઁઓનું વિતરણ કરી રહેલ શ્રમજીવી પરિવારોની વહારે આવ્યું નાગર પરિવાર.

અમદાવાદના ૧૩૨ ફુટ ના રિંગરોડ પર ભગવાન ગણેશની નાની મોટી મુતિઁઓનું વિતરણ કરી રહેલ શ્રમજીવી પરિવારોની વહારે આવ્યું નાગર પરિવાર.

એક સપ્તાહથી અમદાવાદના હાટકેશ્વર ખોખરા ૧૩૨ ફુટ ના રિંગરોડ પર ભગવાન ગણેશની નાની મોટી મુતિઁઓનું વિતરણ કરી રહેલ શ્રમજીવી પરિવારોને શ્રી ઉમિયાદેવી સોસાયટીના નાગર પરિવારે નાસ્તા રુપે દાબેલીઓનું વિતરણ કરી ને તેઓને તૃપ્ત કરવાનો એક ઉમદા પ્રયાસ કરીને તેઓ લોકો માટે પેરક બન્યા છે.

અરુણાબેન નાગર સહિત સોસાયટીના સભ્યો તેમજ સામાજિક કાર્યકરો સાથે મુતિઁકારોને દાબેલીનું વિતરણ વરસતા વરસાદમાં કરી ને દિવસ-રાત પડાવ નાંખીને ગણેશની પ્રતિમાઓનું વેચાણ કરતા ગુલબાઈ ટેકરાના શ્રમજીવી પરિવારોને મદદરુપ બન્યા છે જે ખરેખર લોકોને પ્રોત્સાહિત કરતી બાબત કહી શકાય. ભગવાન ગણેજની મૂર્તિ બનાવી રોજી રોટી કામતા આ મૂર્તિકારો હાલના આ કોરોના સમયમાં પણ ભગવાન ગણેશજી ની મૂર્તિને આકાર આપવાનું ભૂલ્યા નથી અને આવા પરિવાર દ્વારા આવા ઉમદા કાર્યને ઓપ આપવામાં આવે જે એક સાચી માનવતાના કિસ્સા સમાન છે.

https://youtu.be/m6JLAv_ZjcQ