સુશાંતની મોત પછી ઘણા લોકોની જિંદગીમાં મુશ્કેલીના વાદળો ઘેરાયા છે.જેમાં કંગના રનોટ કે મહારાષ્ટ્ર સરકારનો પુત્ર આદિત્ય ઠાકરે પણ બાકાત નથી. ભાવિની નાયક.

સુશાંતની આત્મહત્યાનો કેસ સી.બી.આઈ ને સોંપવા માટે બિહાર સરકાર અને મહારાષ્ટ્ર સરકાર વચ્ચે આનાકાનીઓ ચાલી રહી છે. બિહાર સરકારનું માનવું છે કે સી.બી.આઈ તપાસ થશે તો જ સુશાંતને ન્યાય મળશે. કારણકે મહારાષ્ટ્ર ની પોલીસ આ કેસમાં યોગ્ય તપાસ કરી રહી નથી.જ્યારે એક તરફ મહારાષ્ટ્ર સરકાર આ તપાસની વિરુદ્ધ છે.કારણકે જો આ તપાસ થશે તો મોટી મોટી હસ્તીઓના નામ બહાર આવી શકે છે.જેમાંથી મહારાષ્ટ્ર સરકારનો પુત્ર આદિત્ય ઠાકરે પણ બાકાત નહિ રહે.સૂત્રો દ્વારા મળેલી માહિતી અનુસાર સુશાંતના પાડોશીના કેમેરામાં અરબાઝ ખાન,આદિત્ય ઠાકરે, પંચોલી વગેરે કેદ થયા છે.
તો બીજી તરફ સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી એ પણ પોતાના બચાવ માટે દેશનો સૌથી મોંઘો અને ખ્યાતનામ વકીલ રોક્યો છે જે સલમાનખાન અને સંજય દત્તનો કેસ લડી ચુક્યો છે.
સૂત્રો દ્વારા મળેલી માહિતી મુજબ કંગનાએ 31 જુલાઈના રોજ તેના મનાલી સ્થિત ઘરની આસપાસ ગોળીબાર થયાનો રિપોર્ટ કુલુ પોલીસને લખાવ્યો છે.સુશાંતની આત્મહત્યા પછી તેના નિવેદનોને લઈને કોઈએ તેને ડરાવવા આવું કર્યું હોય તેવું તેનું માનવું છે.જો કે કુલુ પોલીસને ગોળીબારના કોઈ પુરાવા મળ્યા નથી.તેમજ તેના સિક્યોરિટી ગાર્ડને પણ આવો કોઈ અવાજ સંભળાયો નથી.પણ કંગનાનું માનવું છે કે કોઈએ વિદેશી હથિયાર વડે ગોળીબાર કર્યો છે.આ ઘટના પછી તેના પોલીસની એક ટીમ કંગનાના ઘરે તહેનાત કરવામાં આવી હતી.