અમદાવાદના નવાવાડજમાં મોડી રાત્રે બે વાહનો સળગાવામાં આવ્યા. વાડજ પોલીસ દ્વારા તપાસ શરૂ કરાઈ.
અમદાવાદ: અમદાવાદના નવા વાડજ વિસ્તારમાં આવેલ શાકમાર્કેટ વિસ્તારમાં સૂત્ર દ્વારા મળતી માહિતી મુજબ રાત્રે સાડા ત્રણ થી ચાર વાગ્યાના સુમારે બે ટુ વહીલર સળગાવવામાં આવ્યા હતા. જેમાં એક બાઇક અને એક એક્ટિવા શામેલ છે. રાત્રે ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચ્યું હતું તેમજ પોલીસ પણ ઘટના અંગે તપાસમાં જોડાઈ છે. આ વાહનો કોણે સળગાવ્યા કેમ સળગાવ્યા તેની તપાસ પોલીસ આસપાસના સીસીટીવીના અનુસંધાને કરી રહી હોવાનું જાણવા મળી રહેલ છે જે તપાસ માં સાચું બહાર આવશે.
હાલ મળતા સમાચારો મુજબ અમદાવાદ વાડજ પોલીસની ઝડપી કામગીરી સામે આવી છે. નવા વાડજ વિસ્તારમાં સળગાવામાં આવેલ બે વાહનો મામલે 3 લોકોની પોલીસે ધરપકડ કરી છે.