પવિત્ર શ્રાવણ માસમાં છેલ્લા સોમવારે નર્મદા શિવ મંદિરો ઓમ નમઃ શિવાયના નાદથી ગુંજી ઉઠ્યા

પવિત્ર શ્રાવણ માસમાં છેલ્લા સોમવારે નર્મદા શિવ મંદિરો ઓમ નમઃ શિવાયના નાદથી ગુંજી ઉઠ્યા

રાજપીપલામાં વિશ્વેશ્વર મહાદેવના મન્દિરે અને જીતનગર નંદિકેશ્વર મહાદેવના મન્દિરે પાર્થેશ્વર મહાદેવ ના શિવલિંગ દર્શન કરી ધન્યતા અનુભવતા ભક્તો.

નર્મદા તટે ગોરા શુલ પાણેશ્વર મહાદેવના મન્દિરે સવા લાખ બીલી અર્પણ કરતા ભક્તો

રાજપીપલા, તા6

પવિત્ર શ્રાવણ માસના આજે છેલ્લા સોમવારે નર્મદાના શિવ મંદિરો ઓમ નમઃ શિવાયના નાદથી ગુંજીઉઠ્યા હતા. જેમાં
રાજપીપલાવિશ્વેશ્વર મહાદેવ,
ના મન્દિરે અને જીતનગર નંદિકેશ્વર મહાદેવના મન્દિરે પાર્થેશ્વર મહાદેવ ના શિવલિંગ દર્શન કરી ભક્તો ધન્યતા અનુભવતા હતા

રાજપીપળા ખાતે આવેલ રાજેશ્વર મહાદેવ મંદિરમાં આજે છેલ્લા શ્રાવણ સોમવારે મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવાઉમટ્યા હતા.બીલીપત્ર અને દૂધનો અભિષેક કરી ભક્તોએ ધન્યતા અનુભવી હતી. આજે મંદિરમાં શ્રાવણછેલ્લા સોમવારે ત્રણ પ્રકારના જુદા જુદા આકારના પાર્થેશ્વર શિવલિંગ બનાવવામાં આવ્યા હતા. જેનું પૂજન કરી આજે કરજણ નદીમાં વિસર્જન કરવામાં આવ્યું હતું. પવિત્ર શ્રાવણ માસમાં પાર્થેશ્વર શિવલિંગ પૂજાની દર્શનનું વિશેષ મહત્વ હોવાથી આજે
પાર્થેશ્વર શિવલિંગના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી હતી. મંદિરમાં ભગવાનને થાળ પણ ધરાવવામાં આવ્યો હતો. છેલ્લા સોમવારે રાજપીપળા સહિત નર્મદાના શિવાલય ઓમ નમઃ શિવાલયો ૐ નમઃ શિવાયના નાદથી ગુંજી ઉઠયા હતા.
જેમાં નાંદોદ તાલુકાના જીત નગર ગામે નંદીકેશ્વર મહાદેવના મંદિરે પણ પાર્થેશ્વર શિવલિંગના દર્શન કરવા ભક્તો ઉમટ્યા હતા.મહાદેવને શણગાર પણ કરવામાં આવ્યો હતો.

નર્મદાના તટે ગોરા શુલ પાણેશ્વર મહાદેવના મન્દિરે સવા લાખ બીલી ભક્તોએ અર્પણ કરી ધન્યતા અનુભવી હતી.

રિપોર્ટ :જ્યોતિ જગતાપ રાજપીપળા