અમદાવાદના જશોદાનગર ખાતે સોનલમાંની ભવ્ય જન્મજયંતી મનાવવામાં આવી.

અમદાવાદ: સોનલ બીજ નો મહિમા અનેરો ગણવામાં આવે છે રાજ્યભરમાં સોનલ બીજની ઉજવણી કરવામાં આવી ત્યારે અમદાવાદના જશોદા નગર ખાતે પણ ધામધૂમથી ઉજવવામાં આવી.આઈ શ્રી સોનલ યુવક મંડળ એ આ વર્ષે ૨૫ મો રજત જયંતી મહોત્સવ માતાજી ના હવન અને મહાઆરતી તેમજ કુમારિકા ચારણો એ કેક કાપી ને ઉજવણી કરી હતી. વિશ્ર્વ ના સમસ્ત ચારણ સમાજ ના વંદનીય અને પુજનીય આઈ શ્રી સોનલ મા એ તેમના જીવન દરમ્યાન ચારણ સમાજ ને જીવંત કરી ને પેરક બની કાંતિઁ આણી હતીઆઈ શ્રી સોનલ મા નું સમગ્ર જીવન ચારણ સમાજ સહિત તમામ સમાજ ના લોકો માટે અનુકરણીય અને પેરક બન્યું હતુ. નાની વય મા નેસડે નેસડે જઈ સમગઁ ચારણ સમાજ ને એક કરી ને તેમના માની ચારણો ની શકિત ને બહાર લાવી રાષ્ટ્ર પત્યે ની તેમની સમપર્ણ સેવા ની ભાવના ઓને ઉજાગર કરી હતીઆઈ શ્રી સોનલ માતા ના અસંખ્ય લેખો, દુહા, છંદ અને ચારણ સમાજ ની તેઓ ના સમાજ સુધારા ઓની ગાથા ઓ આજે પણ ચારણ સમાજ સહિત તમામ સમાજ મા અમર થઈ છેજશોદાનગર મા આઈ શ્રી સોનલ યુવક મંડળ એ ૯૮ મી જન્મજયંતી એ વિશેષ પ્રાર્થના કરી ને વિશ્વમાથી કોરોના મહામારી નું સંકટ દુર થાય અને માનવજાત નું કલ્યાણ કરે તે માટે મા ને આજીજી કરી હતી