દુનિયાનાં સૌથી શક્તિશાળી દેશનાં પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત પહોંચી ગયા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અહીં એરપોર્ટ પર ડોનાલ્ડ ટ્રમ્પનું ગળે લગાવીને સ્વાગત કર્યું. આ દરમિયાન ફર્સ્ટ લેડી મેલાનિયા ટ્રમ્પ પણ તેમની સાથે રહી. આ દરમિયાન એક મહિલાની ચર્ચા થઈ રહી છે જે પીએમ મોદી, મેલાનિયા અને ડોનાલ્ડ ટ્રમ્પની સાથે જોવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે આ મહિલાનું નામ ગુરદીપ કૌર ચાવલા છે. ગુરદીપ પીએમ મોદી માટે અનુવાદક (ઇંટરપ્રેટર)નું કામ કરે છે. ગુરદીપ કૌર અત્યારે અમેરિકન ટ્રાન્સલેટર એસોસિએશનની મેમ્બર છે.
ગુરદીપ કૌર કરે છે PM મોદીનાં ભાષણનો અનુવાદ
જ્યારે પણ વિદેશી પ્રવાસ દરમિયાન પીએમ મોદી હિંદીમાં ભાષણ આપે છે ત્યારે ગુરદીપ કૌર જ તેનો અંગ્રેજી અનુવાદ કરે છે. એટલું જ નહીં ગુરદીપ પીએમ મોદીની સાથે ભારતમાં પણ વિદેશી નેતાઓનાં પ્રવાસ દરમિયાન જોવા મળી ચુકી છે. પીએમ મોદીનાં હિંદીમાં ભાષણ આપ્યા બાદ ગુરદીપ કૌર ચાવલા તેનો અંગ્રેજીમાં અનુવાદ કરે છે જેનાથી વર્લ્ડ લીડર તેમનું ભાષણ સમજી શકે.