*ગાંધીનગર સિવિલ ખાતે દીકરી સાક્ષીની સંવેદનાસભર મુલાકાત કરતાં શિક્ષણમંત્રી*
જીએનએ ગાંધીનગર: કામરેજ વિધાનસભા-પુણાગામ મા સિદ્ધેશ્વર સોસાયટીમાં રહેતા કલ્પેશ પ્રજાપતિએ શિક્ષણમંત્રીના કાર્યાલય સંપર્ક કરતા, તેમની સાડા ચાર વર્ષની દીકરી સાક્ષીનું અંદાજે 12 લાખ રૂપિયાના ખર્ચનું કોકલિયર ઇમ્પલાન્ટ (જન્મથી બહેરાશ અને બોલી ન શકે)ની સારવારનો તબીબી ખર્ચ આ મધ્યમ પરિવારને પોસાય તેમ ન હોઈ આ દીકરીનું ગઈકાલે તા. 7 ઓગસ્ટ 2023ના રોજ ગાંધીનગર સ્થિત સિવિલ હોસ્પિટલમાં સરકારી યોજના હેઠળ સંપૂર્ણ વિનામૂલ્યે સારવારની તમામ વ્યવસ્થા રાજ્ય શિક્ષણમંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા દ્વારા કરાવવામાં આવી હતી. દીકરી સાક્ષીનું જમણા કાનનું સફળતાપૂર્વક ઓપરેશન થયું, જેની શિક્ષણમંત્રી દ્વારા રૂબરૂ જઈને સંવેદનાસભર મુલાકાત કરી ખબર અંતર પૂછ્યા હતા અને ઉત્તમ આરોગ્યલક્ષી સારવાર અને સુવિધા પૂરી પાડવા બદલ ગાંધીનગર સિવિલ હોસ્પિટલના તમામ ડૉક્ટર્સને અભિનંદન પાઠવ્યા હતા.
તેઓએ માં જંગદંબા સ્વરૂપ વ્હાલી દીકરી સાક્ષી ઝડપથી બોલવા લાગે અને સાંભળતી થઈ જાય તેમજ ઘરમાં બાળકીનો કલરવ ગુંજી ઉઠે તેવી પરમકૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરવા અપીલ કરી હતી. તેઓએ પ્રજાના જનપ્રતિનિધિ તરીકે નાગરિકોને પડતી સમસ્યાઓનું સમાધાન કરી નિષ્ઠાપૂર્વક તેમની ફરજ નિભાવી ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર્તા તરીકે આત્મસંતોષ અનુભવ્યો હતો.