“ફરિયાદ નહીં અનુકૂળ બની જઈએ”
હંમેશા વિજેતા પુરુષાર્થ એ છે કે જે પોતાની શક્તિ અનુસાર પરિસ્થિતિઓને બદલી નાખે છે પરંતુ જો પરિસ્થિતિ ના બદલાય તો પોતે પોતાને એને અનુસાર બદલી નાખે છે
લેખિકા : દર્શના પટેલ( અમદાવાદ) દરેક વાતમાં આપણે સામેના વ્યક્તિને અનુકૂળ થઈ જઈએ .તો જીવન કેટલું બધું સરળ થઈ જાય! આપણે જોડે શું લઈ ને આવ્યા હતા .અને શું લઈ જવાનું છે? સંસારમાં બીજું કશું ના આવડે તેનો વાંધો નથી. પણ અનુકૂળ થતાં. તો આવડવું જ જોઈએ. પરિસ્થિતિઓનું નિર્માણ કરવું એ આપણા હાથની વાત છે. મનની શક્તિ તેમ જ આંતરિક સ્વાવલંબન દ્વારા આપણે એમનું નિર્માણ કરી શકીએ છીએ. બીજાને બદલે પહેલા પોતાના વિચારો અને કાર્યોમાં પરિવર્તન કરી એ .આપણી આકાંક્ષાઓ ,ઇચ્છાઓ ,વૈભવ ,મોટાઈ વગેરેથી દુર રહી ને વ્યક્તિત્વને મહાન બનાવવાની અને જીવન ક્રમ ને અનુકૂળ આનંદની ય સુધી લઈ જવાની યોજના બનાવી એ .બીજાને આંજી નાખીને સસ્તી વાહ -વાહ મેળવવાને બદલે એવો માર્ગ શોધી એ કે પોતાની મહાનતાને જાગૃત, પ્રગટ કરી, પૃષ્ટી બનાવવાનો અવસર મળે. હંમેશા વિજેતા પુરુષાર્થ એ છે કે જે પોતાની શક્તિ અનુસાર પરિસ્થિતિઓને બદલી નાખે છે .પરંતુ જો પરિસ્થિતિના બદલાય તો પોતે પોતાને એને અનુસાર બદલી નાખે છે. પરિસ્થિતિઓની અનુકૂળતાની પ્રતીક્ષા કરતા કરતા આપણે મૂળ ઉદ્દેશ્યો થી દૂર રહી જઈએ છિએ. જીવનમાં પરિસ્થિતિઓની રાહ જોવામાં આપણું લક્ષ્ય ભૂલી જઈએ છીએ. રાત્રે અંધારામાં રૂમમાંથી બહાર નીકળવું હોય ને સામી ભીંત આવે તો આપણે શું કરીએ? ભીંત ને લાત મારીને કહીએ કે તું વચ્ચે ક્યાંથી આવી? ખસી જા આ મારું ઘર છે. ત્યાં તો કેવા ડાહ્યા થઈને હાથથી બારણું ફંફોળતા શોધીને નીકળી જઈએ છીએ કેમ? તો ત્યાં સમજણ છે કે આડાઈ કરીશ તો ભીંતે માથું અથડાશે ને ફુટશે એટલે પરિસ્થિતિને અનુકૂળ બની જઈએ છિએ. સાંકડી શેરી માંથી રાજા પસાર થતો હોય અને સામે આખલો મારફાડ કરતો આવે .ત્યાં રાજા આખલાને શું એમ કહે કે" ખસી જા" મારું રાજ છે. મારી શેરી છે. મને રસ્તો આપ .ત્યાં તો આંખલો સામે શું કહેશે.. તું રાજા તો હું મહારાજા! આવી જા! એટલે ત્યાં ભલભલા રાજાનાય રાજાને ધીમે રહીને ખસી જવું પડે. ને ઓટલે ચઢી જવું પડે કેમ ?અથડામણ ટાડવા અનુકૂળ બની જઈએ છીએ. એટલે પરિસ્થિતિઓ ની ફરિયાદ નહીં અનુકૂળ થઈએ. " હંમેશા વિજેતા પુરુષાર્થ એ છે કે જે પોતાની શક્તિ અનુસાર પરિસ્થિતિઓને બદલી નાખે છે પરંતુ જો પરિસ્થિતિ ના બદલાય તો પોતે પોતાને એને અનુસાર બદલી નાખે છે"