સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે વેશ્યાવૃત્તિ પણ એક વ્યવસાય છે. કોર્ટે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની પોલીસને આદેશ આપ્યો છે કે તેઓ સેક્સ વર્કરોના કામમાં દખલ ન કરે. પોલીસે પુખ્ત અને સહમતિથી સેક્સ વર્ક કરતી મહિલાઓ સામે ફોજદારી કાર્યવાહી કરવી જોઈએ નહીં.જો પોલીસને કોઈ કારણસર તેમના ઘર પર દરોડો પાડવો પડે તો તેમને હેરાનગતિ કે ધરપકડ ન કરવી.